Ben Francis: પિઝા ડિલિવરી બોય બન્યો 6000 કરોડનો માલિક, દુનિયામાં જોવા મળ્યો બ્રાન્ડનો ઝલવો
દિલ્હીના સરોજની નગર કે જનપથની જેમ યુરોપની કોઈ બજારમાં ક્યારેક પોતાના પિતાની નાની કપડાની દુકાન ચલાવનાર બેન ફ્રાન્સિસે જે ચમત્કાર કર્યો આજે દુનિયા તેને નમસ્કાર કરી રહી છે.
'ધ સન'માં પ્રકાશિત એક રિપોર્ટ પ્રમાણે યુકેમાં રહેનાર બેન ફ્રાન્સિસને જિમનો ખુબ શોખ હતો. પરંતુ તેને પોતાની પસંદના જિમ લાયક કપડા મળી રહ્યાં નહોતા. ત્યારે અચાનક એક દિવસ તેના મગજમાં એવો આઇડિયો આવ્યો કે તેણે ખુદના કપડા બનાવવાનો નિર્ણય કરી લીધો. આ દરમિયાન બેન બર્મિંધમની એક યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાની સાથે સામાન પહોંચાડનાર ડિલીવરી બોયની નોકરી કરી ખુદનો ખર્ચ કાઢતો હતો.
બેન જિમમાં કલાકોનો સમય પસાર કરે છે. જિમ કરવાની સાથે તેણે એક ગેરેજમાં પોતાની નાની કપડાની દુકાન લગાવી હતી, જ્યાં તે પોતાની પસંદના કપડા બનાવી વેચતો હતો. શરૂઆતમાં તેને પોતાના ડિઝાઇનર કપડાથી મોટો ફાયદો થયો. આગળ ચાલીને તેણે પોતાના જિમ વિયર્સના બિઝનેસને Gymsharkનું નામ આવ્યું અને એક નાની કંપની બનાવી લીધી.
યુરોપમાં સોશિયલ મીડિયાની સફળતાના કિસ્સા ભારત પહેલા શરૂ થઈ ગયા હતા. ઈન્ટરનેટે યુવાઓને જે તાકાત આપી તેનો સાચો ઉપયોબ બેને પોતાની નાની કંપનીને એક મોટી બ્રાન્ડ બનાવવા માટે કર્યો. તેના કપડા એવા હતા કે થોડા સમયમાં બ્રિટનમાં Gymshark નો દબદબો બની ગયો.
બેન ફ્રાન્સિસનું નામ ફોર્બ્સના લિસ્ટમાં પણ સામેલ થઈ ચુક્યુ છે. તેણે 2012માં પોતાના માતા-પિતાના ગેરેજમાં એક નાની કપડાની દુકાન ચાલુ કરી હતી, તે શોપ દુનિયામાં એક મોટી બ્રાન્ડ બની ચુકી છે. આ બ્રાન્ડની પોપ્યુલારિટીએ 5 વર્ષમાં સફળતાનો નવો ઈતિહાસ રચી દીધો છે. આજે જિમશાર્કના માલિક બેન ફ્રાન્સિસની કંપનીમાં 70 ટકાથી વધુ ભાગીદારી છે. પાછલા વર્ષમાં તેની નેટ વર્થ 700 મિલિયન પાઉન્ડ (6371 કરોડ રૂપિયા) હતી. બેન જલદી જુડવા બાળકોનો પિતા બનવાનો છે. આજે તેની પાસે લગ્ઝરી કારનો કાફલો છે. તે સોશિયલ મીડિયા પર પોતાની શાહી જિંદગીની તસવીરો શેર કરતો રહે છે.