600 વર્ષ જૂની મસ્જિદને તોડ્યા વિના 2 KM શિફ્ટ કરવામાં આવી હતી, `જુગાડ` જોઇને રહી જશો દંગ
તમે વિચારી રહ્યા હશો કે આમ કેવી રીતે કોઇ મસ્જિદ રાતોરાત બે કિલોમીટર જઇ શકે! જોકે તે મસ્જિદને તોડ્યા વિના પોતાની જગ્યાએથી બે કિમી દૂર શિફ્ટ કરવામાં આવી હતી. તેની શિફ્ટીંગ જોઇને દુનિયાભરના વૈજ્ઞાનિક આશ્વર્યમાં હતા. સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે કે તેને 'દેસી જુગાડ' લગાવીને બે કિમી દૂર શિફ્ટ કરવામાં આવ્યો હતો. મસ્જિદને શિફ્ટ કરવા મઍટે પૈડાવાળી ગાડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
તુર્કીમાં આ સ્થિતિ ઐતિહાસિક મસ્જિદ 15મી શતાબ્દીમાં બનીને તૈયાર કરવામાં આવી હતી. આ ઐતિહાસિક મસ્જિદનું નામ એય્યૂબી મસ્જિદ છે. 'દેસી જુગાડ' ની મદદથી આ 4600 ટન વજનવાળી મસ્જિદને બે કિમી દૂર બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવી હતી. મસ્જિદને તોડવામાં આવી ન હતી પરંતુ તેને ત્રણેય ભાગમાં વહેચવામાં આવી હતી.
આ મસ્જિદને પોતાની જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવા માટે સૌથી પહેલાં તેને ત્રણ ભાગમાં વહેંચવામાં આવી હતી. ત્યારબાદ 300 પૈડાની એક મોટી ગાડી પર આ ટુકડાને એક સ્થાનેથી બીજા સ્થાને લઇ જવામાં આવી હતે. મસ્જિદને રોડ માર્ગે બીજી જગ્યાએ પહોંચાડવામાં આવી હતી.
આ ઐતિહાસિક મસ્જિદને બે કિમી દૂર શિફ્ટ કરવાનું કારણ ખૂબ જ અનોખું હતુ6. જોકે મસ્જિદની મૂળ જગ્યા પર દેશનો ચોથો સૌથી મોટો ડેમ બનાવવાની યોજના હતી. ઇલિસુ નામનો આ ડેમ બન્યા બાદ તુર્કીનું ઐતિહાસિક હસનકેફ શહેર પાણીમાં ડૂબી જશે. આ શહેરમાં આ મસ્જિદ હતી. આ મસ્જિદને ડૂબતાં બચાવવા માટે તેને બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવી હતી.
હસનકેફ શહેર તુર્કીનું ખૂબ જ પ્રાચીન શહેર છે. આ 12 હજાર વર્ષ જૂની છે. તેને વર્ષ 1981 સંરક્ષિત જાહેર કરવામાં આવી હતી. આ શહેરમાં ઘણી બધી ઐતિહાસિક બિલ્ડીંગો છે. મસ્જિદ સાથે આ બિલ્ડીંગોને પણ હસનકેફ કલ્ચર પાર્કમાં શિફ્ટ કરવામાં આવી છે.
આ ઐતિહાસિક મસ્જિદને ટિગ્રિસ નદીના કિનારે વસાવવામાં આવી છે. આ ત્રણેય ટુકડાને જોડીને મસ્જિદને ફરીથી ઉભી કરે દેવામાં આવે છે. તમને જાણીને આશ્વર્ય થશે કે તે મસ્જિદને વિસ્થાપિત કરતી વખતે તેને કોઇ નુકસાન થયું ન હતું.