ક્ષમતા હોવા છતાં સરદાર પટેલ પ્રધાનમંત્રી ન બની શક્યા, જેની પાછળ છુપાઈ છે નાની-મોટી કહાની
સરદાર પટેલની કોંગ્રેસ સરકારમાં એટલી ચર્ચા ક્યારેય થતી નથી, જેટલી મોદી સરકારમાં આવ્યા બાદ થાય છે. આપણે પુસ્તકોમાં માત્ર તેઓને લોખંડી પુરુષના નામથી જ વાંચ્યા છે. પરંતુ જ્યારે પણ વાંચતા હતા તો તેઓ દેશના પહેલા ઉપપ્રધાન મંત્રી અને ગૃહમંત્રી હતા, ત્યારે પ્રધાનમંત્રી નહેરુનુ કદ તેઓને હંમેશા મોટું જ લાગતું હતું. પરંતુ ધીરે ધીરે ઇતિહાસના પાનાંઓ પર પડેલી ધૂળ હટતી ગઈ અને તમામ ઐતિહાસિક માહિતીઓ સામે આવતી ગઈ. જેને કારણે આજે લોકોના દિલ દિમાગ પર તેનું કદ સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવુ કદાવર થઈ ગયું.
અનેક લોકો એ જાણે છે કે, કેવી રીતે 1939 ના ત્રિપુરી અધિવેશનમાં સુભાષ ચંદ્ર બોઝની સામે કોંગ્રેસ અધ્યક્ષના ઈલેક્શનમાં ગાંધીજીએ પોતાના ઉમેદવાર પટ્ટાભિ સીતારમૈયા ઉતાર્યા હતા, પછી જ્યારે તેઓ હારી ગયા તો ગાંધીજીએ કહ્યું હતું કે, આ મારી હાર છે. આવુ જ કંઈક નહેરુ અને પટેલની સાથે પણ થયું હતું. જ્યારે એક ઉમેદવારને પટેલે સમર્થન આપ્યું હતું અને એકને નહેરુએ સમર્થન કર્યું હતું. સરદાર પટેલના ઉમેદવાર જીતી ગયા હતા અને નહેરુજીના હારી ગયા હતા. ત્યારે નહેરુજીએ રાજીનામાની પણ ધમકી આપી હતી. આ મહાશય હતા પુરુષોત્તમ ટંડન, જેઓને રાજર્ષિ ટંડન પણ કહેવામાં આવે છે.