દેવ દિવાળીએ 2 શક્તિશાળી ગ્રહોની ચાલમાં મોટો ફેરફાર, 3 રાશિવાળાને બંપર આકસ્મિક ધનલાભ થશે! ધન-સંપત્તિમાં જોરદાર વધારો થશે
વૈદિક પંચાંગ મુજબ ગ્રહ કોઈને કોઈ તહેવાર પર પોતાની ચાલમાં ફેરફાર કરતા હોય છે જેનો પ્રભાવ રાશિઓ પર પડતો હોય છે. આ વર્ષે દેવ દિવાળી 15 નવેમ્બરના રોજ છે. આ દિવસે કર્મફળના દાતા શનિદેવ માર્ગી થઈ રહ્યા છે અને ગુરુ ગ્રહ વક્રી અવસ્થામાં ગોચર કરશે. આવામાં આ બંને ગ્રહોની ચાલમાં ફેરફાર થવાથી કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ આ રાશિના જાતકોની કરિયર અને વેપારમાં ખુબ પ્રગતિ થઈ શકે છે. જાણો આ લકી રાશિઓ વિશે.
મેષ રાશિના જાતકો માટે શનિ અને ગુરુની ચાલમાં ફેરફાર લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે શનિદેવ તમારી રાશિથી આવક અને લાભના સ્થાન પર માર્ગી થઈ રહ્યા છે. જ્યારે ગુરુ ગ્રહ તમારી રાશિથી ધન ભાવ પર વક્રી રહેશે. આથી આ દરમિયાન તમને આકસ્મિક ધનલાભ થઈ શકે છે. આ સમયગાળામાં તમને આવકના નવા નવા સોર્સ બની શકે છે. જે લોકો ઘણા સમયથી નોકરીમાં પ્રગતિની રાહ જોતા હતા તેમને પણ આ મહિને આગળ વધવાની તક મળશે. આ સમય દરમિયાન તમને સમયાંતરે આકસ્મિક ધનલાભ થઈ શકે છે. રોકાણથી લાભના યોગ છે.
શનિ અને ગુરુની ચાલમાં ફેરફાર વૃષભ રાશિના જાતકો માટે અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે શનિ દેવ તમારી રાશિથી કર્મભાવ પર માર્ગી થશે. આ સાથે જ ગુરુ ગ્રહ તમારી રાશિમાં જ વક્રી અવસ્થામાં ગોચર કરી રહ્યા છે. આથી આ દરમિયાન તમને કામકાજમાં પ્રગતિ થશે. બેરોજગારો માટે નોકરીની વાત આવી શકે છે અથવા તો નોકરી મળી શકે છે. વેપારીઓને સારો એવો ધનલાભ થઈ શકે છે. જો તમારો કારોબાર, ઓઈલ, પેટ્રોલ, ખનિજ, લોઢું કે કાળી વસ્તુઓ સંલગ્ન હોય તો તમને સારો એવો લાભ થઈ શકે છે. નોકરીયાતોને કાર્યસ્થળ પર નવી જવાબદારી મળી શકે છે.
કર્ક રાશિવાળા માટે શનિ અને ગુરુની ચાલમાં ફેરફાર ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે તમારા પર શનિની ઢૈય્યા ચાલી રહી હતી. આ સાથે જ શનિ દેવ તમારી રાશિથી અષ્ટમ સ્થાન પર માર્ગી થવા જઈ રહ્યા છે. આથી આ દરમિયાન તમને માનસિક તાણમાંથી છૂટકારો મળશે. આ સમય દરમિયાન તમારા લાંબા સમયથી અટકેલા કામો પૂરા થશે અને પરિવારના લોકો સાથે આ મહિનો મોજમસ્તીમાં વિતશે. તમારી ઈચ્છાઓ પૂરી થશે. વિચારેલી બધી યોજનાઓ સફળ થશે. વેપારમાં કમાણી માટે સારી એવી તકો મળશે. તમારા ધનભંડારમાં વધારો થશે અને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.