કરિયરમાં અચાનક મળશે ગ્રોથ, ખુબ આવશે પૈસા, ગુરૂની ઉલ્ટી ચાલ કરાવશે આ 5 રાશિના જાતકોને મોજ
Guru Vakri 2024 : દેવતાઓના ગુરૂ બૃહસ્પતિ આ સમયે વૃષભ રાશિમાં છે અને તે 9 ઓક્ટોબરે વક્રી થવાના છે. 9 ઓક્ટોબર 2024ના સવારે 10 કલાક 1 મિનિટથી ગુરૂ વૃષભ રાશિમાં વક્રી થશે અને આગામી વર્ષે 5 ફેબ્રુઆરી સુધી આ અવસ્થામાં વૃષભ રાશિમાં ગોચર કરશે. આ 4 મહિનાનો સમય 5 રાશિના જાતકો માટે ભાગ્યશાળી રહેશે. આ લોકોને કરિયરમાં સારી તક મળશે અને ધનલાભ પણ થશે.
મિથુન રાશિના જાતકોને વક્રી ગુરૂ જીવનમાં આગળ વધવાની તક આવશે. નવા પ્રોજેક્ટમાં કામ કરવાની તક મળી શકે છે. નવી નોકરીની ઓફર આવી શકે છે. વેપારમાં તેજી આવશે. અટવાયેલા પૈસા પરત મળશે.
કર્ક રાશિના લોકોને ગુરૂની ઉલ્ટી ચાલ શુભ ફળ આપશે. તમારૂ ભાગ્ય ચમકી જશે. એક બાદ એક ફાયદા થશે. આવકના નવા સ્ત્રોત બનશે. પગાર વધારા સાથે પ્રમોશન મળી શકે છે. બિઝનેસ સારો ચાલશે. તમારી યોજનાઓ સફળ થશે.
કન્યા રાશિના લોકોને વક્રી ગુરૂ નોકરી-બિઝનેસમાં ઈચ્છિત સફળતા અપાવી શકે છે. અટવાયેલા નાણા પરત મળી જશે. પરંતુ રોકાણ સમજી-વિચારીને કરો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
વૃશ્ચિક રાશિના લોકોને ગુરૂનું વક્રી થવું અપાર સુખ-સમૃદ્ધિ આપી શકે છે. તમને કરિયરમાં અચાનક મોટી સફળતા મળી શકે છે. તમારી આવક અનેક ગણી વધી શકે છે. તો કારોબારી વર્ગ પણ ખુબ નફો કમાશે.
ધન રાશિના જાતકો માટે ગુરૂની ઉલ્ટી ચાલ ભાગ્ય ચમકાવનાર સાબિત થઈ શકે છે. તમારી પ્રગતિ થશે, માન-સન્માન વધશે. બિઝનેસમાં પણ સારી કમાણી થશે. નોકરી કરનાર જાતકોના કામની પ્રશંસા થશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)