કંબોડિયામાં `અપ્સરા` બની IFS ને ન્યૂયોર્કમાં કેમ કરવામાં આવી હતી ધરપકડ? જાણો કહાની
કંબોડિયામાં ભારતની રાજદૂત, દેવયાની ખોબરાગડે પોતાના ફોટોશૂટના લીધે સમાચારોમાં છે. તેમણે કંબોડિયાઇ નવા વર્ષ પર અનોખી રીતે વિશ કર્યું. ભારતીય દૂતાવાસે ફોટા શેર કર્યા છે જેમાં દેવયાની ખોબરાગડે 'ખમેર અપ્સરા' બનેલી જોવા મળી છે. આ કંબોડિયાનો પારંપારિક પોશાક છે.
દેવયાની ખોબરાગડે 1999 બેચની ભારતીય વિદેશ સેવા (IFS) અધિકારી છે. મહારાષ્ટ્રના તારાપુરમાં જન્મેલી દેવયાનીના પિતા - ઉત્તમ ખોબરાગડે - ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી હતા. આદર્શ હાઉસિંગ સોસાયટી કૌભાંડ કેસમાં ઉત્તમ ખોબ્રાગડેનું નામ સામે આવ્યું હતું. દેવયાનીએ મુંબઈમાં મેડિસિનનો અભ્યાસ કર્યો છે. IFSમાં જોડાયા પછી તેણીને બર્લિન, ન્યુયોર્ક, રોમ અને ઈસ્લામાબાદમાં પોસ્ટ કરવામાં આવી છે.
2013માં દેવયાની ખોબરાગડે ન્યૂયોર્ક, અમેરિકામાં તૈનાત હતી. તે ભારતના ડેપ્યુટી કોન્સલ જનરલ તરીકે કામ કરતી હતી. ડિસેમ્બર 2013 માં યુએસ સત્તાવાળાઓ દ્વારા વિઝા છેતરપિંડી અને ખોટા નિવેદનો આપવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. દેવયાની ખોબરાગડે પર નોકરાણીને ઓછો પગાર આપવાનો પણ આરોપ લાગ્યો હતો. દેવયાનીએ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. તેમની ધરપકડ બાદ દેવયાની પ્રત્યે અમેરિકન અધિકારીઓના વર્તનને લઈને ભારતમાં ઘણો વિવાદ થયો હતો. બંને દેશો વચ્ચે રાજદ્વારી તણાવ ચરમસીમાએ હતો.
ડેપ્યુટી કોન્સલ જનરલ તરીકે દેવયાની ખોબરાગડે પાસે કોન્સ્યુલર ઈમ્યુનિટી હતી. એક અઠવાડિયા પછી ભારતે તેમની સંયુક્ત રાષ્ટ્ર મિશનમાં કરી દીધી. તેમને અમેરિકાની મંજૂરી મળતાં જ તેમને ફૂલ ડિપ્લોમેટિક ઈમ્યુનિટી મળી જાત. જાન્યુઆરી 2014માં અમેરિકાએ દેવયાની ખોબરાગડેને G-1 વિઝા ઇશ્યૂ કર્યા હતા. આ ફૂટ ડિપ્લોમેટિક ઇમ્યૂનિટી માટે હતું. બીજા દિવસે દેવયાની ખોબરાગડે ભારત પરત ફર્યા.
દેવયાની ખોબરાગડેના પ્રકરણે ભારત અને અમેરિકાના સંબંધોમાં તણાવ લાવ્યો હતો. નવી દિલ્હીએ ભારતમાં હાજર ઘણા અમેરિકન ડિપ્લોમેટ્સને દૂર કર્યા. અમેરિકી ડિપ્લોમેટને દેશ છોડવા માટે કહેવામાં આવ્યું હતું. ભારત-અમેરિકા સંબંધોમાં આટલી ખટાશ અગાઉ ક્યારેય અનુભવાઈ ન હતી. તેના જવાબમાં અમેરિકાએ અન્ય ડિપ્લોમેટને પરત બોલાવ્યા હતા.