ભારતમાં અહીં શાકભાજીના ભાવે ભાડા પર મળે છે મહિલાઓ અને કુંવારી યુવતીઓ! વર્ષમાં એકવાર લાગે છે મેળો
ભારતમાં 106.453 યુવકો સામે યુવતીઓની સંખ્યા 100 છે. આજ કારણ છે કે ઘણા રાજ્યોમાં યુવકો કુંવારા રહે છે, કારણ કે તેમણે લગ્ન માટે યુવતીઓ મળતી નથી. એવામાં અમે તમને દેશના એક એવા ભાગ વિશે જણાવી રહ્યા છીએ જ્યાં ભાડેથી પત્નીઓ મળે છે. જેમાં અપરિણીત યુવતીઓથી લઈને પરિણીત મહિલાઓ સુધીનો દરેકનો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે આ માર્કેટમાં માત્ર મહિલાઓની બોલી જ નહીં પરંતુ તેમના કરાર પણ કરવામાં આવે છે અને આ સમગ્ર પ્રક્રિયા 10 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધીના સ્ટેમ્પ પેપર પર થાય છે. વાસ્તવમાં, આ બધું એક પરંપરાના નામે થાય છે, જેનું નામ છે ‘ધડીચા પ્રથા’.
મધ્યપ્રદેશના શિવપુરીમાં ચાલનાર આ પ્રથામાં બીજાની વહૂ-દીકરીઓ ભાડા પર લઈ શકાય છે. તેના માટે દર વર્ષે એક સમય નક્કી હોય છે, જ્યાં મંડી લગાવવામાં આવે છે. આ મંડી બજારમાં મહિલાઓ અને યુવતીઓને ખરીદવા માટે દૂર દૂરથી પુરુષો આવે છે. આશ્ચર્યની વાત એ છે કે આ મંડીમાં કુંવારી યુવતીઓથી લઈને બીજાની પત્નીઓ સુધી ભાડા પર આપવામાં આવે છે. આ મંડીમાં પુરુષ મહિલાઓની ચાલ ચલણ જોઈને તેનો ભાવ લગાવે છે. જ્યારે કોઈ પુરુષને કોઈ યુવતી કે મહિલા પસંદ પડે છે તો તે 10 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધીના સ્ટેમ્પ પેપર પર કરાર કરી એક નિશ્ચિત સમય માટે મહિલાને લઈ જાય છે. આ એગ્રીમેન્ટ પર બન્ને પક્ષોની શરતો પણ લખેલી હોય છે.
આ મંડીમાં મહિલાઓની કિંમત 15 હજાર રૂપિયાથી શરૂ થાય છે જે 4 લાખ રૂપિયા સુદીની હોઈ શકે છે. એવામાં પુરુષ મહિલાની કિંમત લગાવીને એક વર્ષ અથવા તો તેનાથી ઓછા સમય માટે મહિલાને પોતાના ઘરે લઈ જાય છે.
જો કોઈ પુરુષને મહિલા પસંદ આવી ગઈ હોય અને તે પુરુષને તેની સાથે હજું વધારે સમય વિતાવવો હોય તો તેણે મંડીમાં જઈને ફરીથી એગ્રીમેન્ટ બનાવવો પડે છે અને ફરી પૈસા આપવા પડે છે, ત્યારબાદ ફરી નક્કી કરેલા સમય માટે તે મહિલાને ભાડે લઈ શકે છે.
પુરુષ પોતાની અલગ અલગ જરૂરિયાતો માટે મહિલાઓને ભાડા પર લઈ જાય છે. જેમ કે કોઈની માતાની સેવા કરાવવા માટે, તો કોઈ લગ્નનું નાટક કરવા માટે ભાડા પર લઈ જાય છે. તેના સિવાય કોઈના લગ્ન ના થયા હોય તો અમુક સમય ભાડા પર લીધેલી મહિલાની સાથે સમય વિતાવી શકે છે.
હવે મોટો સવાલ એ છે કે શું કોઈ મહિલા એગ્રીમેન્ટ તોડી શકે છે? તો તમને જણાવી દઈએ કે આ પ્રકારના મામલામાં પત્નીને એગ્રીમેન્ટ તોડવાનો પુરેપુરો અધિકાર છે. જો તે સંબંધથી ખુશ નથી તો પોતાના કરારને વચ્ચેથી તોડી શકે છે. એવું કરવા માટે તેણે સ્ટેપ પેપર પર શપથપત્ર આપવું પડે છે. ત્યારબાદ તે મહિલાએ નક્કી કરેલી રકમ ખરીદનાર પુરુષને પાછી આપવી પડે છે. ઘણીવાર મહિલાઓ બીજા પુરુષથી વધારે પૈસા મળવાથી પણ આવું કરે છે.