Dhan Labh Upay: ધન લાભના આ છે અચૂક ટોટકા, રૂપિયા ગણતા ગણતા થાકી જશો એટલું મળશે ધન
લાલ કિતાબ અનુસાર જો તમે ધન પ્રાપ્તિ ઈચ્છો છો તો તજનો આ ઉપાય ખૂબ જ અસરકારક છે. તેના માટે તજનો પાઉડર લેવો અને તેના પર અગરબત્તીને સાત વખત ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવો. ત્યારપછી આ પાવડરને તમારા પર્સ અને તિજોરીમાં છાંટો અને બાકીનો પાવડર ઘરના મંદિરમાં રાખો. અઠવાડિયામાં બે વાર આ ઉપાય કરો. પૈસાની આવક વધવા લાગશે.
શુક્રવારે માતા લક્ષ્મીના મંદિરમાં જઈને સાવરણીનું દાન કરો અને કનકધારા સ્તોત્રનો પાઠ કરો. આમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. આ સાથે જ શુક્રવારે નાની કન્યાઓને ખીરનો પ્રસાદ ખવડાવો.
આ ધન પ્રાપ્તિનો અચૂક ઉપાય છે. શુક્લ પક્ષના કોઈપણ મંગળવાર કે ગુરુવારે માટીના કુંડામાં આખા સૂકા ધાણા અને 1 રૂપિયાના 21 સિક્કા મૂકી ઉપર માટી ભરી દો. ત્યાર પછી તેમાં થોડું પાણી ઉમેરો અને આ કુંડાને ઘરની ઉત્તર દિશામાં રાખો. તેમાં નિયમિત પાણી આપો. જ્યારે ધાણા ઉગી જાય તો તેનો ઉપયોગ કરી લો અને માટીમાંથી સિક્કા કાઢી તેને લાલ કપડામાં રાખી તિજોરીમાં મુકી દો.
દર શુક્રવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરી અને પછી તુલસીની પૂજા કરો. તુલસીના છોડને પાણીમાં કાચુ દૂધ મિક્સ કરીને અર્પણ કરો. ત્યારબાદ ધનપ્રાપ્તિની ઈચ્છા પુરી કરવા માટે પ્રાર્થના કરો. ટૂંક સમયમાં તમારી મનોકામના પૂર્ણ થશે.
સૂર્યાસ્ત સમયે સરસવના તેલનો દીવો કોઈ નિર્જન જગ્યાએ કરવો. સાથે જ તેમાં લવિંગ ઉમેરી દેવું. આમ કરવાથી જીવનના તમામ દુઃખ દૂર થાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)