Tulsi Upay: સાત પેઢીની ગરીબી દુર કરી દેશે તુલસીનો આ ચમત્કારી ઉપાય, પેઢી દર પેઢી વધશે સુખ-સમૃદ્ધિ
દરરોજ સવારે તુલસીની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે. તેનાથી જીવનમાં સુખ, સૌભાગ્ય અને સંપત્તિ વધે છે. ઘરમાં ધન આવે છે. તેમજ તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ સિવાય એકાદશીના દિવસે કરવામાં આવેલ તુલસીના આ ઉપાયથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.
રવિવાર અને એકાદશીના દિવસે તુલસીના છોડને જળ ચઢાવવાની મનાઈ હોય છે. પરંતુ આ દિવસોમાં તુલસીની પૂજા કરી શકાય છે. ખાસ કરીને એકાદશીની સાંજે તુલસી પાસે ખાસ દીવો કરવોથી દરિદ્રતા દૂર થાય છે.
આ ઉપાય કરવા માટે માટીનો અથવા લોટનો દીવો લેવો. જો તમે લોટનો દીવો બનાવતા હોય તો ધ્યાન રાખો કે લોટમાં મીઠું ન ઉમેરવું. તેમાં ઘી ઉમેરી આ દીવો સાંજે તુલસી પાસે પ્રગટાવો. ઘીમાં એક ચપટી હળદર પણ નાખવી.
દીવો ઉત્તર દિશા તરફ રાખવો શુભ ગણાય છે. દીવો કરી તેની પાસે ગોળ પધરાવો અને પછી તુલસી પાસે બેસીને 108 વાર ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ નો જાપ કરો. ત્યારપછી તમારી મનોકામના પૂર્ણ થાય તે માટે પ્રાર્થના કરો.
બીજા દિવસે સવારે લોટના દીવામાંથી વાટ કાઢીને દીવો અને ગોળ ગાયને ખવડાવી દો. આ ઉપાય દર એકાદશી પર કરો. તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થવા લાગશે.