100 વર્ષ બાદ ધનતેરસ પર બની રહ્યાં છે 5 દુર્લભ યોગ, આ જાતકો પર થશે છપ્પરફાડ ધનવર્ષા, કરિયરમાં પ્રગતિનો યોગ
વૈદિક પંચાગ અનુસાર સમય-સમય પર તહેવારો પર દુર્લભ યોગ અને રાજયોગનું નિર્માણ થાય છે. જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ-દુનિયા પર પડે છે. તમને જણાવી દઈએ કે આ વખતે ધનતેરસ 29 ઓક્ટોબરે છે. તો ધનતેરસ પર આ વર્ષે ત્રિગ્રહી યોગ, ઈંદ્ર યોગ, વૈધૃતિ યોગ અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનો મહાસંયોગ બનવા જઈ રહ્યો છે. જેનાથી કેટલાક જાતકોના અચ્છે દિન શરૂ થઈ શકે છે. સાથે આ જાતકોની ધન-સંપત્તિમાં અપાર વધારો થઈ શકે છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.
તમારા માટે 5 દુર્લભ યોગ લાભદાયક સાબિત થઈ શકે છે. આ દરમિયાન તમને સમય-સમય પર આકસ્મિક ધનલાભ થઈ શકે છે. સાથે આ સમયમાં તમારી આર્થિક સ્થિતિ પહેલાથી મજબૂત થશે. તમને પરિવારજનોનો સહયોગ પ્રાપ્ત થશે. સાથે પરિવારમાં ખુશીઓ રહેશે. તો કાર્ય-વેપારમાં પ્રગતિ થશે. તમે આ દરમિયાન નવો વેપાર શરૂ કરવા ઈચ્છો છો તો ગોચર અનુકૂળ રહશે. આ સમયે ઘરમાં તમે કોઈ લક્ઝરી વસ્તુ લાવી શકો છો.
પાંચ દુર્લભ યોગનું બનવું તુલા રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. આ દરમિયાન વેપારીઓને સારો ધનલાભ થઈ શકે છે. સાથે કારોબારમાં નવી ડીલ થઈ શકે છે, જેનાથી તમને ભવિષ્યમાં લાભ થઈ શકે છે. આ સમયે તમે વિચારેલી યોજનાઓ સફળ થઈ શકે છે. સાથે જમીન-સંપત્તિ કે પૈતૃક સંપત્તિના મામલાનો ઉકેલ આવશે. નોકરી કરનાર જાતકોને કાર્યસ્થળ પર કોઈ એવોર્ડ કે નવી જવાબદારી મળી શકે છે. આ સમયે તમને માન-સન્માન અને પદ-પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે.
તમારા માટે 5 દુર્લભ યોગનું બનવું લાભદાયક રહેશે. આ સમયે તમારી આવકમાં જોરદાર વધારો થઈ શકે છે. સાથે આવકના નવા સ્ત્રોત બની શકે છે. આ સમયે તમે દેશ-વિદેશની યાત્રા કરી શકો છો. સાથે આર્થિક મામલામાં આ દુર્લભ યોગ તમારા માટે અનુકૂળ ફળ લઈને આવશે અને દિવાળી પર તમને કમાણીની સારી તક આપશે. આ સમયે બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે. જો તમે કોઈ સરકારી નોકરી માટે અરજી કરવા ઈચ્છો છો તો આ સમય અનુકૂળ રહેશે. આ સમયે તમને ભૌતિક સુખોની પ્રાપ્તિ થશે.
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.