વૃશ્ચિક રાશિના જાતકો માટે કેવું રહેશે નવું વર્ષ? સંઘર્ષ મળશે કે સફળતા જાણો વાર્ષિક રાશિફળ
તા.૧૪-૫-૨૦૨૫થી મિથુન નો ગુરૂ તમારી રાશિ થી આઠમા સ્થાનમાં આવશે જે શારીરિક તકલીફ આપી શકે ઘરમાં ક્લેશ ઊભો થઈ શકે નોકરી વ્યવસાય માં આકસ્મિક સમસ્યા થઈ શકે એકંદરે સમય શાંતિથી પસાર કરવો એમ9તા સાહસ થી બચવું.
વર્ષની શરૂઆતમાં કુંભ નો શનિ તમારી રાશિ થી ચોયા સુખભાવે રહેશે નુકશાની અને શત્રુ તા માં યોગ ઊભા કરે છે નોકરી વ્યવસાય ઘર પરિવારમાં વાદ વિવાદ થી દૂર રહેવું. કોર્ટ કચેરી થી બચવું નહીં હોય તો નાણાંકીય તકલીફોનો સામનો કરવો પડે, શેર-શટા જેવા કાર્યોથી દૂર રહેવું, આર્થિક, માનસિક તેમજ શારીરિક તકલીફોનો સામનો કરવો પડે.
તા.૨૯-૦૩-૨૦૨૫થી મીન રાશિ નો શનિ તમારી રાશિ થી પાંચમા સ્થાનમાં રહેશે જે પણ આર્થિક બાબતો માટે અશુભ ગણાય શારીરિક તકલીફો આપી શકે સંતાન ના પ્રશ્નો ઉભા થાય ખર્શ પર કાબૂ રાખવો ધીરજ પૂર્વક સમય પસાર કરવો
આ વર્ષ સંઘર્ષ ભર્યું પસાર થાય ઘર પરિવાર કે દામત્ય જીવન માં વિવાદો થી દુર રહેવું નોકરી માં ટકી રહેવું પેટ-આંતરડા કે પાચન ની નાની-મોટી તકલીફ થઈ શકે આર્થિક તંગી રહ્યા કરે ખર્ચ પર કાબૂ રાખવો
આ વર્ષ શરૂઆતે ફાયદા કારક સારું છે વિદેશ જવાની તમારી ઈચ્છા પૂર્ણ થતી જણાય તમારા કાર્યો સફળ થતાં જણાય મે ૨૦૨૫ થી અભ્યાસ માં ધ્યાન વધુ આપવું થોડો કઠિન સમય શરૂ થાય એકંદરે સારું વર્ષ ગણાય.