IPL 2019: રોહિતે તોડ્યો ધોનીનો રેકોર્ડ, મુંબઈએ ચોથી વખત જીત્યું ટાઇટલ

Mon, 13 May 2019-12:05 am,

આઈપીએલ હિસ્ટ્રીમાં મુંબઈ ઈન્ડિયન્સ પ્રથમ એવી ટીમ બની ગઈ છે જેણે સૌથી વધુ ચાર વખત આ ટાઇટલ જીતી લીધું છે. આ પહેલા ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ સંયુક્ત રૂપથી સૌથી વધુ ત્રણ-ત્રણ ટાઇટલ પોતાના નામે કર્યાં હતા. પરંતુ રોહિત સેનાએ ધોની બ્રિગેડને પાછળ છોડી દીધો છે. 

મુંબઈ ઈન્ડિયન્સે વર્ષ 2013, 2015, 2017 અને 2019નું આઈપીએલ ટાઇટલ પોતાના નામે કરી લીધું અને આ ચારેય ટાઇટલ રોહિત શર્માની આગેવાનીમાં મળ્યા છે. રોહિતે મુંબઈ ઈન્ડિયન્સે ચોથી વખત ચેમ્પિયન બનાવીને કેપ્ટન તરીકે ધોનીને પછાડી દીધો છે. 

ચેન્નઈ સુપર કિંગ્સે એમએસ ધોનીની આગેવાનીમાં વર્ષ 2010, 2011 અને 2018નું ટાઇટલ પોતાના નામે કર્યું હતું. 

કોણ કેટલી વખત બન્યું આઈપીએલ ચેમ્પિયન 1. મુંબઈ ઈન્ડિયન્સ - 4 વખત (2013, 2015, 2017 અને 2019) કેપ્ટન રોહિત શર્મા 2. ચેન્નઈ સુપર કિંગ્સ - 3 વખત  (2010, 2011 અને 2018) કેપ્ટન એમએસ ધોની 3. કોલકત્તા નાઇટ રાઇડર્સ - 2 વખત (2012 અને 2014) કેપ્ટન ગૌતમ ગંભીર 4. સનરાઇઝર્સ હૈદરાબાદ- 1 વખત (2016) કેપ્ટન ડેવિડ વોર્નર 5. ડેક્કન ચાર્જર્સ - 1 વખત (2009) કેપ્ટન એડમ ગિલક્રિસ્ટ 6. રાજસ્થાન રોયલ્સ - 1 વાર (2008) કેપ્ટન શેન વોર્ન. 

ફાઇનલમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા મુંબઈની ટીમે ચેન્નઈ સુપર કિંગ્સને 150 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબાં ચેન્નઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 148 રન બનાવ્યા અને મેચ પોતાના નામે કરી લીધી હતી. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link