ધ્રુમિતને દર 4 મહિને જરૂર પડે છે આ કિંમતી ઇન્જેક્શનની, પટેલ પરિવારે સરકારને કરી અપીલ

Mon, 15 Mar 2021-7:09 pm,

અમદાવાદના (Ahmedabad) સોલા વિસ્તારમાં રહેતા રિતેશ ભાઈ પટેલના ઘરમાં વર્ષ 2017 ના ઓક્ટોબર મહિનામાં પુત્રનો જન્મ થયો. પ્રથમ સંતાન પુત્ર ધ્રુમિતના (Dhrumit Patel) આગમનથી રીતેશભાઈ તેમના પત્ની ચાંદની બેન અને અન્યો ખૂબ ખુશ હતા. જન્મથી હેલ્ધી ધ્રુમિત ધીમે ધીમે સામાન્ય બાળકોની જેમ મોટો થતો ગયો સમય સાથે ઘુંટણીએ ચાલવું બેસવું અને બોલવાનું શરૂ કર્યું પરંતુ પટેલ પરિવાર પર ધ્રુમિત 18 મહિનાનો થયો ત્યારે આભ ફાટી ગયું.

કેમ કે ધ્રુમિતના (Dhrumit Patel) સ્નાયુઓ ધીમે ધીમે નબળા (Muscles Weak) પડતા જોવા મળ્યા અને તે જે નોર્મલ બાળકની જેમ હલન ચલણ કરતો હતો તે બંધ કરી દીધું. ત્યારે રિતેશભાઈ અને તેના પત્ની ચાંદની બેને અનેક ડોકટરોનો સંપર્ક કર્યો અને અંત તેમને ખબર પડી કે તેમનો એકનો એક દીકરો અગમ્ય બીમારી SMA 2 ટાઈપથી પીડાઈ રહ્યો છે. આ બીમારીના (Disease) કારણે હસતો રમતો ધ્રુમિત ક્યારે તેના પગ પર ઉભો થઇ શકશે નહિ અને તેનું આયુષ્ય પણ ખૂબ ટૂંકું હોય અને આનો ઈલાજ (Treatment) વિદેશમાં થાય છે તે ખૂબ જ કિંમતી  છે.

ડોકટરના આ શબ્દો સાંભળતા જ પટેલ પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ અને માથે આભ ફાટી ગયું. 7 દિવસ સુધી તો આંખમાંથી આંસુ અટક્યા નહિ. એક જ સવાલ મનમાં હતો કે અમારા જ બાળકને કેમ આવી ગંભીર બીમારી થઈ. સમયની સાથે જાણવા મળ્યું કે અમારા જેવા તો અમદાવાદમાં જ અનેક બાળકો છે. હાલ ધ્રુમિત ચાલી નથી શકતો. માત્ર બેસી અને બોલી શકે છે.

ધ્રુમિતના માતા-પિતા લોકો પાસે મદદ નથી માંગી રહ્યા કેમ કે ધ્રુમિતની સારવાર ખૂબ મોંઘી છે અને તેને દર 4 મહિને કિંમતી ઇન્જેક્શનની જરૂર પડી રહી છે. એટલે લોકો વારંવાર મદદ ન કરી શકે આ મામલે સરકારે જ મદદ કરવી પડશે. ધ્રુમિતના માતા પિતા બે હાથ જોડીને ZEE 24 કલાકના માધ્યમથી માત્ર એક જ અપીલ કરી રહ્યા છે કે સરકાર આગળ આવી આ જીવલેણ બીમારીથી પીડિત બાળકોની મદદ કરે તો ધ્રુમિત સહિત આવા અનેક બાળકો જે SMA નામની ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link