Diabetes Signs: બ્લડ શુગર લેવલ વધવા પર શરીરના આ 5 અંગો આપે છે સંકેત, ક્યારેય ન કરો ઈગ્નોર

Thu, 17 Aug 2023-5:43 pm,

જો તમારી આંખની રોશની ઓછી થવા લાગે કે પછી તમને ઝાંખુ દેખાવા લાગે તો ડાયાબિટીસ થવાનો સંકેત હોઈ શકે છે. શરીરમાં બ્લડ શુગર લેવલની માત્રા વધવા પર આંખ પર ખરાબ અસર પડે છે. જેના કારણે ઘણીવાર તમે દૂરની વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી. તે માટે તમારે ચશ્મા લગાવવા સુધીની નોબત આવી જાય છે.   

જ્યારે કોઈ વ્યક્તિને ડાયાબિટીસનું જોખમ હોય છે, ત્યારે તેના હાથ અને પગમાં કળતર થવાના પ્રથમ સંકેતો છે. જો તમને પણ દર બીજા દિવસે આવું લાગે છે તો સાવધાન થઈ જાવ. શુગરની નિશાનીમાં પગ સુન્ન પણ થઈ શકે છે. કારણ કે ડાયાબિટીસમાં વ્યક્તિના શરીરના જ્ઞાનતંતુઓ નબળા પડવા લાગે છે. જેના કારણે નસો દ્વારા શરીરના જુદા જુદા ભાગોમાં લોહી પહોંચતું નથી.

જો તમારી કિડનીમાં કોઈ સમસ્યા છે તો તમને શુગરની બીમારી હોઈ શકે છે. તે ડાયાબિટીસનું એક મોટુ કારણ હોય છે, હકીકતમાં જ્યારે શરીરમાં બ્લડ શુગર લેવલ હાઈ થાય છે તો કિડનીના ફંક્શન સારી રીતે કામ કરતા નથી. જેના કારણે વારંવાર પેશાબ આવવામાં સમસ્યા થાય છે. 

 

પેઢામાંથી લોહી નીકળવું એ પણ ડાયાબિટીસના પ્રારંભિક લક્ષણોમાંનું એક છે. જો તમારા પેઢામાંથી સતત લોહી નીકળતું હોય તો તમારે આ માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. આવી સ્થિતિમાં, જ્યારે વ્યક્તિના પેઢામાંથી લોહી આવે છે, ત્યારે દુર્ગંધ પણ આવવા લાગે છે.

તમને શરીરમાં જ્યારે કોઈ ઈજા થાય છે અને જલદી રૂઝ નથી આવતી સમજી લો તો આ ડાયાબિટીસના લક્ષણ છે. સાથે શરીરમાં શુગરની માત્રા વધી છે. રૂઝ આવવામાં સમય લાગલો શુગરનો સંકેત હોઈ શકે છે. 

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link