જાણો કઈ રીતે અસ્તિત્વમાં આવી વિવિધ ભાષાઓ, દુનિયામાં સૌથી પહેલાં કઈ ભાષા બોલાતી હતી

Wed, 20 Jan 2021-2:11 pm,

તમિલ ભાષાને દુનિયાની સૌથી જૂની ભાષા તરીકે માન્યતા મળી છે.એવું માનવામાં આવે છે કે તમિલ ભાષા લગભગ 5 હજાર વર્ષ જૂની છે.હાલના સમયમાં તમિલ ભાષા લગભગ 8 કરોડ લોકો બોલે છે.ભારત સિવાય શ્રીલંકા, સિંગાપુર અને મલેશિયામાં આ ભાષા બોલાય છે.ઉત્તર ભારતમાં તમિલ એટલી લોકપ્રિય ન હોવા છતા લગભગ 1863 અખબાર તમિલ ભાષામાં છપાય છે.

સંસ્કૃત હિંદુ ધર્મની મુખ્ય ભાષા છે.હિંદુ ધર્મના દરેક ગ્રંથ સંસ્કૃત ભાષામાં લખાયેલા છે.પુરાત્વ વિભાગના મતે સંસ્કૃત ભાષા લગભગ 3 હજાર વર્ષ જૂની છે.ભલે સંસ્કૃત ભાષાને ભારતની રાષ્ટ્રીય ભાષાનો દરજ્જો નથી મળ્યો પરંતુ સંસ્કૃત આપણી સૌથી જૂની ભાષા છે.આજે સંસ્કૃત બોલનારા લોકોની સંખ્યા પણ ઘટી છે.ધીરે ધીરે સંસ્કૃત ભાષા માત્ર કાગળ પુરતી સિમિત થઈ ગઈ છે.આજના આધુનિક યુગમાં સંસ્કૃત પરથી ઉત્પન થયેલી હિન્દી ભાષા વધુ બોલવામાં આવે છે.

 

લૈટિન ભાષાને રોમન સામ્રાજ્યની રાજભાષા માનવામાં આવે છે.ભારતમાં જેમ શાસ્ત્રોની ભાષા સંસ્કૃતને માનવામાં આવે છે તેવી જ રીતે યુરોપમાં કૈથોલિક ઈસાઈયોના ધર્મ ગ્રંથોની ભાષા લેટિન છે.લેટિન ભાષામાં ઈસાઈ ધર્મ, ઉચ્ચ સાહિત્ય, દર્શન અને ગણિતના પુસ્તકો જોવા મળશે.વર્તમાન સમયમાં પ્રચલિત ફ્રેંચ, ઈતાલવી, સ્પેનિશ, રોમાનિયાઈ, પુર્તગાલી અને અંગ્રેજીની ઉત્પતી પણ લેટિન ભાષામાંથી જ થઈ છે.

હિબ્રુ નામ સાંભળીને તમને કોઈ નવી ભાષા હોય તેવું લાગશે.પરંતુ આ હિબ્રુ ભાષા 3 હજાર વર્ષ જૂની છે.હિબ્રુને ઈઝરાયલમાં રાષ્ટ્રભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે.અન્ય ભાષાઓની જેમ હિબ્રુ પણ લુપ્ત થવાના આરે હતી.પરંતુ ઈઝરાયલના લોકોએ તેને ફરિ જીંવત કરી.એવું માનવામાં આવે છે હિબ્રુ  ભાષામાં જ બાઈબલના જૂના નિયમ લખાયેલા છે.જેથી યહૂદી સમુદાય હિબ્રુને પવિત્ર ભાષા તરીકે માને છે.

આજે યૂરોપમાં સુવિધા જેટલી આધુનિક છે તેવી જ રીતે તેનો ઈતિહાસ પણ સૌથી જૂનો માનવામાં આવે છે.લેટિનની જેમ ગ્રીક ભાષા પણ યુરોપની સૌથી જૂની ભાષા માનવામાં આવે છે.આજન આધુનિક યુગમાં પણ 13 મિલિયન લોકો ગ્રીક ભાષા બોલે છે.આ ઈ.સ પૂર્વે 1450 વર્ષ જૂની ભાષા છે.હાલ ગ્રીક ભાષા ગ્રીસ, અલ્બાનિયા અને સાઈપ્રસમાં બોલવામાં આવે છે.

ઈઝિપ્તની વાત આવે એટલે સૌથી પહેલા વિશ્વપ્રખ્યાત પિરામિડ નજર સમક્ષ આવી જાય છે.પરંતુ જેટલા જૂના અહીંના પિરામિડ છે તેનાથી પણ જૂની છે ઈઝિપ્તિયન ભાષા.ઈઝિપ્તની ભાષા ઈસાથી 2600 વર્ષ જૂની છે.ઈઝિપ્ત ભાષામાં લખાયેલા લખાણો પિરામિડમાં પણ મળી આવે છે.

આ સાઉથ અને નોર્થ કોરિયાની રાષ્ટ્રિય ભાષા છે.જે બંને દેશને જોડી રાખ્યા છે.કોરિયન ભાષા લગભગ 600 વર્ષ જૂની છે.અને હાલના આધુનિક યુગમાં પણ 8 કરોડ લોકો કોરિયન ભાષા બોલે છે.કોરિયન ભાષા ચાઈના ભાષાથી પ્રભાવિત છે.કેમ કે પ્રાચીન કાળમાં ચાઈનાથી મોટા ભાગના લોકો કોરિયામાં જઈને વસ્યા હતા.

 

મંદારિન આપણા પાડોશી દેશ ચાઈનની રાષ્ટ્રીય ભાષા છે.અને વિશ્વની સૌથી વધારે બોલાતી ભાષા છે મંદારિન.ચીન ઉપરાંત પૂર્વ એશિયાના કેટલાક દેશોમાંપણ મંદારિન ભાષા બોલાય છે.વર્તમાન સમયમાં અંદાજે 1.2 બિલિયન લોકો ચીની ભાષા મંદારિન બોલે છે.મંદારિન ભાષા 1200 વર્ષ જૂની હોવાનું માનવામાં આવે છે.

આર્મેનિયન ભાષા આર્મેનિયાની મુખ્યભાષા છે.જો આર્મેનિયાના લોકો દ્વારા બોલવામાં આવે છે.આ ભાષાની ઉત્પતિ પાંચમી સતાબ્દીમાં થઈ હોવાના પુરાવા મળ્યા છે.બાયબલમાં આર્મેનિયન ભાષા લખવામાં આવી હતી.એવું માનવામાં આવે છે આર્મેનિયન ભાષાની ઈ.સ. પૂર્વે 450 વર્ષ પહેલા શરૂઆત થઈ હતી.હાલ લગભગ 5 ટકા લોકો આ પ્રાચીન ભાષા બોલે છે. આમ, સૌથી જૂની કઈ ભાષા એમા કોઈ એકનું નામ લેવું મુશ્કેલ છે.પરંતુ આ 10 ભાષા સૌથી પ્રાચીન હોવાનું માનવામાં આવે છે.પરંતુ સમયની સાથે લોકોએ ભાષાનો ઉપયોગ પણ બદલતા ગયા છે.અને ક્યારે રૂટિન ઉપયોગમાં લેવાતી પ્રાચીન ભાષાઓ આજે લુપ્ત થવાના આરે છે.પંરતુ પ્રાચીન ગ્રંથોમાં આ જૂની ભાષા હંમેશા જીંવત રહેશે.  

અરેમિક ક્યારેક આર્મેનિયાના પાટનગરની રાષ્ટ્રીય ભાષા હતી.પરંતુ હવે તેનું સ્થાન હિબ્રુ અને અરબી ભાષાએ તેનું સ્થાન લઈ લીધું છે.આજે અરેમિક ભાષા ઈરાક, ઈરાન, સીરિયા, ઈઝરાયલ, લેબ્રનાન અને આધુનિક રોમમાં બોલાય છે.અરેમિક ભાષા લગભગ 1 હજાર વર્ષ જૂની છે. આમ, સૌથી જૂની કઈ ભાષા એમા કોઈ એકનું નામ લેવું મુશ્કેલ છે.પરંતુ આ 10 ભાષા સૌથી પ્રાચીન હોવાનું માનવામાં આવે છે.પરંતુ સમયની સાથે લોકોએ ભાષાનો ઉપયોગ પણ બદલતા ગયા છે.અને ક્યારે રૂટિન ઉપયોગમાં લેવાતી પ્રાચીન ભાષાઓ આજે લુપ્ત થવાના આરે છે.પંરતુ પ્રાચીન ગ્રંથોમાં આ જૂની ભાષા હંમેશા જીંવત રહેશે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link