આ TV Acctress એક્ટ્રેસ કર્યો મોટો ખુલાસો, કહ્યું- ફિલ્મમેકર સાથે સુવા માટે કહેવામાં આવ્યું હતું
તે સમયને યાદ કરતા એક્ટ્રેસ (Donal Bisht)એ કહ્યું કે, એક સમય એવો પણ હતો જ્યારે તેને એક શો માટે પસંદ કરવામાં આવી હતી. તે પ્રોજેક્ટ માટે ફી અને તમામ વાતો પર ચર્ચા કરવા ડીલ ફાઇનલ કરવામાં આવી હતી. ત્યારબાદ અચાનક તેને ખબર પડી કે તેની જગ્યાએ અન્ય કોઈ એક્ટ્રેસને સાઇન કરવામાં આવી છે.
આ ઘટનાથી ડોનલ બિષ્ટ (Donal Bisht) અને તેના પરિવારને આ વાતનો આભાસ થયો કે તે મુંબઇમાં કોઈપણ વ્યક્તિ પર વિશ્વાસ કરવો જોઇએ નહીં.
ડોનલ બિષ્ટ (Donal Bisht)એ કહ્યું કે, તેને તેના ટેલેન્ટ અને મહેનત પર સંપૂર્ણ વિશ્વાસ હતો. આ કારણથી તેણે હાર સ્વીકારી નહીં. તે સતત ઓડિશન્સ આપી રહી. થોડા દિવસ બાદ એક જગ્યાએ સિલેક્ટ થઈ, પરંતુ તે સમયે પરિસ્થિતિ પહેલા કરતા વધારે ખરાબ હતી.
સાઉથના એક ફિલ્મમેકરે ડોનલ બિષ્ટ (Donal Bisht)ને રોલ આપવાની વાત કરી હતી. આ સાથે જ તેની સાથે સુવાની માંગ કરી હતી. ડોનલના જણાવ્યા અનુસાર તેણે તાત્કાલીક તે શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. કેમ કે તે ખોટી રીતે કામ મેળવવા માંગતી નહોતી.
આ પહેલા પણ ઘણી એક્ટ્રેસ કાસ્ટિંગ કાઉચનો શિકાર થયાની વાત સામે આવી છે. તેમાં બોલીવુડ એક્ટ્રેસ ફાતિમા સના શેખ પણ છે.
તમને જણાવી દઇએ કે, એક્ટ્રેસ ડોનલ બિષ્ટ (Donal Bisht)એ વર્ષ 2015માં સ્ટાર પ્લસનો શો એરલાઇનથી તેના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.
ત્યારબાદ ડોનલે વિશ્વાસ એક કલશ (Vishwaas Ek Kalash), એક દિવાના થા અને રૂપ-મર્દ કા નયા સ્વરૂપ જેવી સુપરહિટ સીરિયલમાં કામ કર્યું છે. હાલ એક્ટ્રેસ દિલ તો હેપ્પી હે જી માં હેપ્પી મહેરાનો રોલ નિભાવી રહી છે.