Pics : 7 જૂનથી પ્રવાસીઓને ગુજરાતમાં વધુ એક ટુરિસ્ટ પ્લેસ મળશે, ડાયનાસોર સાથે છે કનેક્શન

Mon, 03 Jun 2019-10:11 am,

મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામના ડુંગરો ઉપર આજથી 37 વર્ષ પૂર્વે જીઓલોજિક સરવે ઓફ ઈન્ડિયાની ટીમના ધ્યાન ઉપર વિશ્વમાં દુર્લભ એવા ડાયનાસોરની પ્રજાતિઓની અશ્મિ આવી હતી. જે આજથી સાડા છ હજાર વર્ષ પૂર્વનું હોવાનું અનુમાન છે. તેના પથ્થર થઈ ગયેલા અવશેષો મળી આવતા આ વિસ્તારમાં સઘન તપાસ કરવામાં આવતા મોટા પ્રમાણમાં ડાયનાસોરના અવશેષો તેમજ ઈંડાઓ મળી આવ્યા હતા. જેના બાદ નાનકડુ એવું રૈયોલી ગામ વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. અહીંથી મળેલા ડાયનાસોરના વિપુલ પ્રમાણમાં અવશેષો ધ્યાનમાં રાખી કેન્દ્ર રાજ્ય સરકાર દ્વારા આ સ્થળનો વિકાસ કરવાનું નક્કી કરાયું હતું. 72 હેક્ટરના વિશાળ પટની તપાસમાં આવરી લઇ એક મ્યુઝિયમ પણ બનાવવામાં આવ્યું છે. જેમાં રૈયોલી તેમજ દાહોદ, કચ્છ, અને અન્ય પ્રદેશોમાં મળેલ અવશેષોની માહિતી મૂકાઈ છે. આગામી 7 જૂને રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે તેનુ ઉદઘાટન કરાશે. મ્યુઝિયમની બહાર વિશાળ ગેટ તેમજ અંદર ડાયનાસોરની મોટી પ્રતિકૃતિ મૂકવામાં આવી છે.

જિયોલોજિસ્ટ ધનંજય મોહબ્બેય કહે છે કે, મ્યુઝિયમમાં વિશ્વભરમાં જ્યાંથી ડાયનાસોરની વિવિધ પ્રજાતિઓ મળી છે, તેને સચિત્ર અને પ્રતિકૃતિઓમાં કંડારવામાં આવી છે. સૌથી છેલ્લી રૂમમાં હૈયુની માંથી મળેલી ડાયનાસોરના અવશેષો અને ઈંડા પણ મૂકવામાં આવ્યા છે. આ મ્યૂઝિયમની અંદર પ્રોજેક્ટ પ્રવાસીઓને પૂરતી જાણકારી મળી રહે તે માટે પ્રોજેક્ટર રૂમની પણ વ્યવસ્થા કરાઈ છે. નીચે બેઝમેન્ટમાં ડાયનાસોરની વિવિધ પ્રજાતિઓની પ્રતિકૃતિઓ આકર્ષણનું કેન્દ્ર છે. જોકે રૈયોલીના ડુંગર ઉપર ગાર્ડન તથા નાના તળાવનું કામ બાકી છે.   

ગામના સરપંચ ગુલાબસિંહ ચૌહાણ જણાવે છે કે, વારંવાર રજૂઆત કરવા છતાં પણ તાલુકા તેમજ જિલ્લા કક્ષાના અધિકારીઓ રૈયોલીના વિકાસ માટે આંખ આડા કાન કરી રહ્યા છે. હાલ માં પંચાયતનું તમામ કામ કોમ્યુનિટી હોલમાં બેસીને કરવામાં આવી રહ્યું છે. આ ગામને કેટલાય વર્ષથી સિંચાઈનું પાણી નથી મળી રહ્યું અને માત્ર જેઠોલી 2 કિમી દૂર હોવા છતાં પણ સિંચાઈથી અહીંના ગામ લોકો વંચિત રહ્યા છે. રૈયોલી ગામ એક આદર્શ ગામ તરીકે વિકસે તેવી અહીંના પ્રજા ગુજરાત સરકાર સામે માંગણી કરતા જંખી રહી છે.

6.5 કરોડ વર્ષ પહેલા ડાયનાસોર યુગ પણ હતો એના પુરાવા જ્યાંથી મળ્યા હતા તે રૈયોલી ખાતે વિશ્વનો ત્રીજો ડાયનાસોર પાર્ક ખુલ્લો મૂકાશે. આ પાર્ક ભારતનો સૌથી મોટો અને પ્રથમ ડાયનાસોર પાર્ક પણ છે. અહીંથી મોટી માત્રામાં ડાયનાસોરના અવષેશો મળી આવ્યા બાદ તેને હવે પર્યટક સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે. લોકો પણ ડાયનાસોર વિશેનું નોલેજ પણ મેળવી શકે તેવું આયોજન કરાયું છે. મ્યુઝિયમમાં વૃક્ષોના માળખા ટોપો ગ્રાફી અને પ્રાગ ઐતિહાસિક થીમ દ્વારા અદલ જંગલ જેવું વાતાવરણ રચવામાં આવ્યું છે, જે યુગો પૂર્વેના ડાયનાસોરના અંદાજિત આકાર અને કદનું વર્ણન કરે છે. વિભિન્ન 10 ગેલેરીઓ માં ફેલાયેલ આ મ્યુઝિયમ એક સધન માહિતી કેન્દ્ર સમાન બન્યું છે. 7 જૂને ઉદઘાટન બાદ આ મ્યૂઝિયમને લોકો નિહાળી શકશે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link