સાવધાન....! સેલ્ફીનો શોખ તમને ગંભીર બીમારીનો બોગ બનાવી શકે છે...!

Fri, 04 Jan 2019-4:50 pm,

જો તમે હાથને લાંબો ખેંચીને, કાંડાને અંદરથી તરફ વાળીને કૂદો છો, ખડકો પર ઊભા રહીને સેલ્ફી ખેંચો છો તો આ બાબત તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. કેમ કે આ દરમિયાન જો તમારું સંતુલન યોગ્ય ન રહે તો પડી જવાને કારણે કાંડામાં ગંભીર ઈજા પહોંચી શકે છે. એટલા માટે જ તબીબોએ આ પ્રકારની સ્ટાઈલમાં સેલ્ફી ન લેવાની સલાહ આપી છે. 

નિષ્ણાતો જણાવે છે કે સેલ્ફી લેવામાં વ્યક્તિ જેટલી હિમ્મત દેખાડે છે, તેટલી જ તેની પ્રશંસા થતી હોય છે. આ પ્રકારની સેલ્ફીથી તેને પોતાના મિત્રવર્તુળમાં તાત્કાલિક સ્વિકૃતિ મળે છે. ડોક્ટરોએ જણાવ્યું કે, 'આપણે એક એવા યુગમાં પહોંચી ગયા છીએ જેમાં મોબાઈલ જીવનનો એક ભાગ બની ગયો છે. વાસ્તવિક માનવીય સંપર્ક લગભગ નહીં જેવો થઈ ગયો છે. જોકે, ટેક્નોલોજીએ દરેકનું જીવન સરળ બનાવ્યું છે, પરંતુ તેની સાથે-સાથે તેની એક ગંભીર મર્યાદા પણ છે.'

મોબાઈલમાં સેલ્ફી ખેંચીને તાત્કાલિક સોશિયલ મીડિયા પર અપલોડ કરવો અને પછી કેટલા લોકો તેને લાઈક કરે છે તે જોવાની લ્હાય લોકોની માનસિક સ્થિતિ પર અસર કરે છે. સાથે જ કાંડામાં મોબાઈલ પકડીને જુદી-જુદી રીતે તેને વાળીને સેલ્ફી લેવામાં કાંડાને નુકસાન પહોંચવાની સંભાવના રહે છે. એટલે કે શારીરિક રીતે પણ આ ક્રિયા નુકસાનકારક છે. વારંવાર કાંડાવડે મોબાઈલ પકડીને સેલ્ફી લેવામાં કાંડાનો દુખાવો પણ થઈ શકે છે.

ત્વચાના નિષ્ણાતોનું માનવું છે કે, ચહેરા પર સતત સ્માર્ટફોનની લાઈટ અને ઈલેક્ટ્રોમેગ્નેટિક રેડિએશન ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. તેમાં ઉંમર વધવાની સાથે ચહેરા પર કરચલીઓનું પ્રમાણ વધી શકે છે. વિશેષજ્ઞોનું માનવું છે કે, વધુ પડતી લાઈટ ચહેરા પર પડવાને કારણે ચહેરાની ઉંમર પણ ઝડપથી વધવા લાગે છે એટલે કે તમે વહેલા ઘરડા દેખાવા લાગો છો. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link