પેટ્રોલ-ડીઝલ પર લેવાયો મોટો ફેસલો, 1 ઓગસ્ટથી થઈ ગયો લાગુ, ખબર પડી તમને?

Fri, 03 Aug 2018-8:05 am,

નવી દિલ્હી: પેટ્રોલ પંપો પર ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવેલી કેશબેક યોજનામાં કાપ મૂકવામાં આવ્યો છે. ગ્રાહકોને પેટ્રોલ ભરાવ્યાં બાદ ડિજિટલ ચૂકવણી પર અત્યાર સુધી 0.75 ટકાની છૂટ મળતી હતી  પરંતુ હવે 0.25 ટકા છૂટ જ મળશે. ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહન આપવા માટે 13 ડિસેમ્બર 2016ના રોજથી પેટ્રોલ અને ડીઝલની ખરીદી પર ચૂકવણી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ જેવા પ્લાસ્ટિક મનીથી કરવા પર 0.75 ટકાની છૂટ મળતી હતી.

આ છૂટ 'કેશબેક' માધ્યમથી આપવામાં આવી રહી હતી. ચૂકવણીના 3 દિવસની અંદર આ છૂટ ગ્રાહકના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી.

ગ્રાહકોને ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ઈ વોલેટ કે મોબાઈલ વોલેટ દ્વારા ચૂકવણી પર 0.75 ટકા છૂટથી પેટ્રોલ પર પ્રતિ લીટર 57 પૈસા અને ડીઝલ પર પ્રતિ લીટર 50 પૈસા જેટલી છૂટ મળતી હતી. છૂટ ઓછી થવાથી હવે પેટ્રોલ પર19 પૈસા અને ડીઝલ પર પ્રતિ લીટર 17 પૈસા છૂટ મળશે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ હાલ પ્રતિ લીટર 76.43 રૂ. જ્યારે ડીઝલની કિંમત 67.93 રૂ. છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર 2016ના રોજ તે સમયે ચલણમાં રહેલી 500 અને 1000ની નોટ બજારમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. તેના એક માસ બાદ ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે અનેક પ્રકારની છૂટ જાહેર કરવામાં આવી હતી. 

એમ પણ કહેવામાં આવ્યું હતું કે 4.5 કરોડ લોકો રોજ 1800 કરોડ રૂપિયાના પેટ્રોલ ડીઝલની ખરીદી કરે છે. નોટબંધી બાદ એક માસમાં જ ડિજિટલ ચૂકવણી બમણી થઈને 40 ટકા થઈ ગઈ હતી. જો કે ત્યારબાદ જોવામાં આવ્યું હતું કે અર્થવ્યવસ્થામાં કેશ આવતાની સાથે જ ડિજિટલ ચૂકવણી પણ ઓછી થઈ ગઈ. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link