અશ્લિલ ફોટા, બ્લેકમેઈલ, ગેંગસ્ટર કનેક્શન; ફિલ્મી કહાની જેવો છે મોડલ દિવ્યા પાહુજા મર્ડર કેસ, CCTV ફૂટેજથી મોટો ખુલાસો

Thu, 04 Jan 2024-10:47 am,

પોલીસે દિવ્યાની હત્યાના આરોપમાં હોટલ માલિક અભિજીત સિંહ, ઓમ પ્રકાશ અને હોટલમાં કામ કરતા ઓમ પ્રકાશ અને હેમરાજની ધરપકડ કરી છે. ઓમ પ્રકાશ અને હેમરાજે દિવ્યાની લાશને ઠેકાણે લગાવવામાં મદદ કરી હતી. 

એવો આરોપ છે કે હોટલ માલિક અભિજીતે દિવ્યાના મૃતદેહને ઠેકાણે લગાવવા માટે સાથીઓને 10 લાખ રૂપિયા આપ્યા હતા. અભિજીતના બંને સાથે દિવ્યાના મૃતદેહને અભિજીની વાદળી રંગની બીએમડબલ્યુ કાર DD03K240 ની ડિકીમાં નાખીને ફરાર થઈ ગયા હતા. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. 

પોલીસે આરોપીઓની પૂછપરછ કરી તો મુખ્ય આરોપી હોટલ માલિક અભિજીત સિંહે જણાવ્યું કે તે હોટલ સિટી પોઈન્ટનો માલિક છે. હોટલ તેણે લીઝ પર આપેલી છે. આ હોટલમાં મોડલ દિવ્યા પાહુજાની ગોળી મારીને હત્યા કરી દેવાઈ. અભિજીત સિંહે ગુરુગ્રામ પોલીસ સામે કહ્યું કે તેની કેટલીક અશ્લિલ તસવીરો દિવ્યા પાહુજા પાસે હતી. આ  તસવીરો દ્વારા તે તેને બ્લેકમેઈલ કરતી હતી અને પૈસા પડાવતી હતી. 

મુખ્ય આરોપી અભિજીતે પૂછપરછમાં પોલીસને જણાવ્યું કે કેટલાક દિવસથી તે વધુ પૈસાની માંગણી કરતી હતી. 2 જાન્યુઆરીએ તે દિવ્યાને લઈને હોટલ પહોંચ્યો. ત્યાં તે તસવીરો ડિલીટ કરવાનું કહ્યું. જ્યારે તેના મોબાઈલનો પાસવર્ડ માંગ્યો તો ન જણાવ્યો. આથી આ વાત પર ગુસ્સો આવી ગયો અને ગુસ્સામાં દિવ્યાને ગોળી મારી દીધી. 

આરોપીએ પોલીસને જણાવ્યું કે દિવ્યાના મોત બાદ મૃતદેહને હોટલના બે કર્મચારીઓ હેમરાજ અને ઓમ પ્રકાશ સાથે મળીને બીએમડબલ્યુ કારમાં નાખ્યો. ત્યારબાદ બે અન્ય સાથીઓને બોલાવીને મૃતદેહને ઠેકાણે પાડવા તેમને કાર આપી. પોલીસ લાશ લઈને ફરાર થનારા લોકોની શોધમાં લાગી છે.   

મોડલ દિવ્યા ગુરુગ્રામના બળદેવનગરમાં રહેતી હતી. તે એક સમયે હરિયાણાના ગેંગસ્ટર સંદીપ ગાડોલીની ગર્લફ્રેન્ડ હતી. હરિયાણા પોલીસ સંદીપને શોધતી હતી. 7 ફેબ્રુઆરી 2016ના રોજ હરિયાણા પોલીસને ખબર પડી કે સંદીપ મુંબઈની એક હોટલમાં છે. ત્યારબાદ પોલીસ ત્યાં પહોંચી અને સંદીપનું એન્કાઉન્ટર થઈ ગયું. 

સંદીપ ગાડોલીના એન્કાઉન્ટર સમયે દિવ્યા પણ મુંબઈની તે જ હોટલમાં તેની સાથે હતી. તે ગેંગસ્ટર સંદીપ ગાડોલી એન્કાઉન્ટર કેસમાં મુખ્ય સાક્ષી પણ હતી. હરિયાણા પોલીસે જ્યારે સંદીપનું એન્કાઉન્ટર કર્યું ત્યારે આ મામલાની તપાસ મુંબઈ પોલીસે કરી હતી. મુંબઈ પોલીસે કેસમાં દિવ્યાને સાક્ષી બનાવી. તેના પર કેટલાક ગંભીર આરોપ પણ લાગ્યા હતા જેના કારણે તેણે સાત વર્ષ જેલમાં વિતાવ્યા. પરંતુ પછી ગત વર્ષે બોમ્બે હાઈકોર્ટે તેને જામીન આપ્યા હતા. 

આ સમગ્ર મામલે દિવ્યાના પરિજનોએ દિવ્યાની હત્યા પાછળ ગેંગસ્ટર સંદીપ ગાડોલીની બહેન સુદેશ કટારિયા અને ભાઈ બ્રહ્મપ્રકાશનો હાથ હોવાનું જણાવ્યું છે. દિવ્યાના પરિજનોએ સુદેશ અને બ્રહ્મપ્રકાશ વિરુદ્ધ હત્યાના ષડયંત્રની ફરિયાદ નોંધાવી છે. 

આ ઘટના અંગે પોલીસે કહ્યું છે કે ઘટના 2 જાન્યુઆરીના રોજ મોડી રાતે ગુરુગ્રામના સેક્ટર 14 પોલીસ મથક વિસ્તારમાં ઘટી. સૂચના મળી હતી કે ગુરુગ્રામના બળદેવનગરની 27 વર્ષની દિવ્યા પાહુજા નામની વ્યક્તિ દિલ્હીના વેપારી અને સિટી પોઈન્ટના હોટલ માલિક અભિજીત સાથે ફરવા ગઈ હતી.

દિવ્યા પાહુજાની હત્યાની ઘટના હોટલમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે 2 જાન્યુઆરીની સવારે 4.18 વાગે ત્રણ લોકોએ હોટલમાં એન્ટ્રી કરી. જેમાં હોટલ માલિક અભિજીત, દિવ્યા પાહુજા અને એક અન્ય યુવક સામેલ હતા. ત્રણેય હોટલના રિસેપ્શન પર પહોંચ્યા અને થોડીવારમાં હોટલની અંદર જતા રહ્યા.

ત્યારબાદ 2 જાન્યુઆરીના રોજ રાતે 10.44 વાગે બે યુવક એક કંબલમાં લપેટીને મૃતદેહને બહાર લઈ જતા જોવા મળ્યા. આ મૃતદેહ દિવ્યાનો હતો. દિવ્યાના મૃતદેહને બીએમડબલ્યુની ડિકીમાં નાખીને ફરાર થઈ જાય છે. હાલ જો કે પોલીસ એ વાતથી અજાણ છે કે મૃતદેહ લઈને આરોપી ક્યાં ગયા.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link