આખું વર્ષ ઘરમાં સુખ સાહ્યબી જોઈતી હોય તો આજે દિવાળીએ આ મુહૂર્ત પર કરો પૂજા
સવારે 08:15 થી 12:24 બપોરે 01:45 થી 03:09 સાંજે 05:56 થી 22:46
મહત્વનું છે કે દિવાળીના પર્વ પર દેવ દર્શનની માન્યતા હોય છે. દિવાળી હિંદુ ધર્મનો સૌથી મોટો તહેવાર ગણાય છે. ત્યારે આજના દિવસને ધામધૂમથી ઉજવવામાં આવે છે. સાથે જ લોકો આજના દિવસે ખાસ ભગવાનના દર્શન કરતા જતા હોય છે. કારણ કે આજના દિવસે દેવદર્શનની માન્યતા હોય છે. ત્યારે આજે વહેલી સવારથી જ વિવિધ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે.
હિંદુ ધર્મનો સૌથી મોટો તહેવાર દીવાળી. દીવાળી એટલે જીવનમાં આનંદનું અજવાળુ કરવાનો સુંદર અવસર. દીવાળી એટલે વિજયને ઉજવવાનો દિવસ
આજના દિવસે ભગવાન રામ લંકા જીતીને અયોધ્યા પરત ફર્યા. અંધકારભર્યા માર્ગમાં અયોધ્યાના લોકોએ ઘીના દીવા કર્યા હતા
વર્ષનો અંતિમ દિવસ એટલે દિવાળી, દીપોત્સ્વી, દીપાવલી. દિવાળીના દિવસને શારદાપૂજનનો પવિત્ર દિવસ
બુધ્ધિ, પ્રજ્ઞા, કલા તથા વિદ્યાની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતી. વેપારીઓ હિસાબી ચોપડાઓનું વિધિવત્ પૂજન કરે
દીવાળી એટલે’અપૂર્ણને પૂર્ણ બનાવે તે પર્વ. દિવાળી પર માતા લક્ષ્મી અને શ્રીગણેશની પૂજા
રોકાણ અને નવા કાર્યની શરૂઆત કરવી શુભ
લક્ષ્મી પૂજાની સાથે કુબેર પૂજા પણ કરવામાં આવે