15 દિવસ બાદ શનિ બનશે વધુ શક્તિશાળી, 3 રાશિવાળાને છૂપો ખજાનો હાથ લાગશે, ધન-સંપત્તિમાં અકલ્પનીય વધારો થશે!
આ વર્ષે દિવાળી બાદ અનેક ગ્રહોની ચાલમાં ફેરફાર થશે. જેમાં કર્મફળના દાતા શનિદેવ પણ સામેલ છે. ન્યાય પ્રિય દાતા શનિદેવ દિવાળી બાદ પોાતની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં માર્ગી થઈ રહ્યા છે. દિવાળીથી બરાબર 15 દિવસ બાદ એટલે કે 15 નવેમ્બર 2024ના રોજ શનિદેવની ચાલમાં ફેરફાર થશે અને માર્ગી થશે એટલે કે હવે તેઓ સીધી ચાલ ચલશે. જેનાથી કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. આ રાશિઓને પદ પ્રતિષ્ઠા મળી શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
તમારા માટે શનિદેવનું માર્ગી થવું એ લાભકારી નીવડી શકે છે. કારણ કે શનિદેવ તમારી રાશિથી કર્મભાવ પર વિચરણ કરી રહ્યા છે. આથી આ દરમિયાન તમને કામકાજમાં પ્રગતિ થઈ શકે છે. આ સાથે જ તમને બિઝનેસમાં કઈક નવું કરવાની તક મળશે અને તમને આ નવો પ્રયોગ સારો એવો ફાયદો કરાવશે. નોકરીયાતોને પણ આ મહિને પ્રગતિ થશે અને તમે તમારા લક્ષ્યને સરળતાથી પ્રાપ્ત કરી શકશો. આ દરમિયાન તમારી વિચારેલી યોજનાઓ સફળ થશે. તમારું બેંક બેલેન્સ પણ વધશે. પિતા સાથેના સંબંધ મજબૂત થશે.
શનિદેવની સીધી ચાલ મિથુન રાશિના જાતકો માટે પણ અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે શનિદેવ તમારી ચાલથી નવમાં ભાવ પર ભ્રમણ કરી રહ્યા છે. આથી આ દરમિયાન તમને ભાગ્યનો સાથ મળશે. તમારા જે કાર્યો આટલા સમયથી અટકેલા હતા તે બનશે. વેપારીઓને લગ્નગાળામાં કમાણીની સારી તક મળશે. નોકરીયાતોને કાર્યસ્થળ પર નવી જવાબદારી મળી શકે છે. તમે દેશ વિદેશની મુસાફરી કરી શકો છો. ધાર્મિક અને માંગલિક કાર્યક્રમમાં સામેલ થઈ શકો છો.
મકર રાશિના જાતકો માટે પણ શનિદેવનું માર્ગી થવું શુભદાયી સાબિત થઈ શકે છે. કારણ કે શનિદેવ તમારી રાશિથી ધન અને વાણી સ્થાન પર માર્ગી થવા જઈ રહ્યા છે. આથી તમને આકસ્મિક ધનલાભ થઈ શકે છે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂરા થશે. પરિવારના લોકો સાથે આ મહિનો મોજ મસ્તીમાં વિતશે. તમને કારોબારમાં કમાણી કરવા માટે સારી તક મળશે. ધનમાં વધારો થશે અને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. આ સાથે આ દરમિયાન તમારા કોમ્યુનિકેશનમાં સુધારો થશે. જેનાથી લોકો ઈન્પ્રેસ થશે. વેપારીઓને અટકેલું ધન મળશે. તમારી વર્ષ 2025માં સનિની સાડાસાતી દૂર થશે. જેનાથી તમને ખુબ રાહત મળશે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.