30 વર્ષ બાદ દિવાળી પર શનિદેવ બનાવશે દુર્લભ રાજયોગ, આ જાતકોની તિજોરી છલકી જશે, કરિયરમાં પણ થશે લાભ
વૈદિક જ્યોતિષ અનુસાર આ વર્ષે દિવાળી 31 ઓક્ટોબરે છે. સાથે આ દિવસે શનિ દેવ કુંભ રાશિમાં સંચરણ કરશે અને શશ મહાપુરૂષ રાજયોગ બનાવશે. તમને જણાવી દઈએ કે શનિ દેવે 30 વર્ષ બાદ કુંભ રાશિમાં સંચરણ કર્યું છે. જેનાથી દિવાળી પર 30 વર્ષ બાદ શશ મહાપુરૂષ રાજયોગનું નિર્મામ થયું છે. દિવાળી પર કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. આ જાતકો કરિયર અને કારોબારમાં પ્રગતિ કરી શકે છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.
તમારા લોકો માટે શશ મહાપુરૂષ રાજયોગનું બનવું લાભદાયક સિદ્ધ થઈ શકે છે. કારણ કે શનિ દેવ તમારી રાશિથી કર્મ ભાવમાં સંચરણ કરી રહ્યાં છે. તેથી આ દરમિયાન કામ-કારોબારમાં તમારી પ્રગતિ થઈ શકે છે. આ દરમિયાન બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે. વૃષભ રાશિના જાતકોને નોકરી તથા કારોબારમાં પણ ફાયદો થશે અને પદ-પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે. વેપારીઓને વેપારમાં સારો ધનલાભ મળી શકે છે. આ સમયે તમારા કારોબારનો વિસ્તાર થઈ શકે છે. સાથે તમને પિતાનો સહયોગ પ્રાપ્ત થશે.
શશ રાજયોગ બનવાથી સિંહ રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિથી સપ્તમ ભાવ પર બની રહ્યો છે. આ સમયે દિવાળી પર તમારી ઈચ્છાઓની પૂર્તિ થશે. સાથે પરીણિત લોકોનું લગ્ન જીવન શાનદાર રહેશે. આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે. સાથે તમને ઘણા લાભ મળશે અને તમારી આવક પણ વધી શકે છે. આ સમયે ભાગીદારીમાં કામ કરવાથી લાભ થશે. સાથે કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે.
તમારા માટે શશ મહાપુરૂષ રાજયોગનું નિર્માણ લાભદાયક રહેશે. કારણ કે શનિદેવ તમારી રાશિથી ધન અને વાણી ભાવ પર સંચરણ કરી રહ્યાં છે. આ દરમિયાન તમને આકસ્મિક ધનલાભ થશે. સાથે તમારા જીવનમાં ખુશીઓનું આગમન થશે અને કોઈ શુભ આયોજનમાં સામેલ થવાની તક મળશે. આ સમયે નોકરીમાં ફેરફાર થઈ શકે છે અને ઘણા પ્રતિષ્ઠિત લોકો સાથે તમારી ઓળખ વધશે. આ સમયે તમારી વાણીનો પ્રભાવ વધશે, જેનાથી લોકો પ્રભાવિત થશે. તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધાર આવશે.
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.