દિવાળી પર શનિ બનાવશે શશ રાજયોગ, આ જાતકો પર થશે ધનવર્ષા, કરિયરમાં પણ થશે પ્રગતિ
શનિને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. તે સૌથી ધીમી ગતિએ ચાલનાર ગ્રહ છે. તે એક રાશિમાં આશરે અઢી વર્ષ રહે છે. તેવામાં શનિનો પ્રભાવ દરેક રાશિના જાતકોના જીવનમાં લાંબા સમય સુધી રહે છે. શનિ આ સમયે પોતાની મૂળ ત્રિકોણ રાશિમાં બિરાજમાન છે. આ રાશિમાં હોવાથી તે પંચ મહાપુરૂષ રાજયોગમાંથી એક શશ રાજયોગનું નિર્માણ કરી રહ્યાં છે. કુંભ રાશિમાં આશરે 30 વર્ષ બાદ આ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. તેવામાં કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. લાંબા સમયથી અટવાયેલા કામ થવાની સાથે ધન-ધાન્યમાં વધારો થઈ શકે છે. આવો જાણીએ કુંભ રાશિમાં શનિને કારણે બનેલો શશ રાજયોગ કયા જાતકોને લાભ અપાવશે.
કુંડળીમાં શશ રાજયોગ ત્યારે બને છે જ્યારે શનિ લગ્ન કે ચંદ્રમાથી પહેલા, ચોથા, સાતમાં કે પછી દસમાં ભાવમાં તુલા, મકર અને કુંભ રાશિમાં સ્થિત હોય.
શશ રાજયોગ કુંભ રાશિના જાતકો માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓ આવી શકે છે. પરિવારની સાથે સારો સમય પસાર થશે. આધ્યાત્મ તરફ ઝુકાવ વધી શકે છે. સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે. નવી નોકરીની તક મળી શકે છે. પ્રમોશન સાથે પગાર વધારો થઈ શકે છે. સટ્ટાબાજી કે શેરમાર્કેટમાં સારી કમાણી થઈ શકે છે. તમે કરેલી મહેનતનું ફળ મળશે. આ સાથે માતા લક્ષ્મીની અસીમ કૃપા તમારા પર રહેશે.
આ જાતકોને દરેક ક્ષેત્રે લાભ મળશે. ધનલાભનો યોગ પણ બની રહ્યો છે. તમારૂ મન આધ્યાત્મ તરફ રહેશે. તેવામાં તમે ધાર્મિક યાત્રાએ જઈ શકો છો. પરિવારની સાથે સમય પસાર થશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. સંતાનના વિકાસથી તમે ખુશ જોવા મળી શકો છો. જીવનમાં ખુશીઓનું આગમન થશે. કાર્યક્ષેત્રની વાત કરીએ તો નવી નોકરીની તક મળી શકે છે. તમારા કામને જોતા અધિકારીઓ તમારી પ્રશંસા કરશે. તમને કોઈ મોટી જવાબદારી મળી શકે છે. વેપારના ક્ષેત્રમાં પણ લાભ મળવાનો યોગ બની રહ્યો છે. તમે સ્ટોકના માધ્યમથી સારી કમાણી કરી શકો છો. તમારા દ્વારા કરવામાં આવેલી મહેનત અને સમર્પણથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થઈ શકે છે. કમાણીના નવા માર્ગ ખુલશે. સ્વાસ્થ્ય સારૂ રહેવાનું છે. લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓ સમાપ્ત થઈ શકે છે.
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.