WhatsApp યૂઝર્સ માટેGood News! આવી રહ્યું આ જક્કાસ ફીચર્સ
વોટ્સએપ પોતાના યૂઝર્સ માટે એક નવું વોટ્સએપ પ્રીમિયમ (WhatsApp Premium) સબ્સક્રિપ્શન પ્લાન રોલઆઉટ કરવા જઇ રહ્યું છે ખાસ વોટ્સએપ બિઝનેસ માટે છે. આ ફીચરથી બિઝનેસ એડવાન્સ પેડ ફીચર્સ એક્સેસ કરવાની તક મળી જશે અને હાલ તેને બીટા યૂઝર્સ ટ્રાઇ કરી રહ્યા છે.
આ ફીચર્સની ગ્રાહકો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા. તમને જણાવી દઇએ કે આ ફીચરની મદદથી વ્યૂ વન્સ ફીચરમાં શેર કરવામાં આવનાર ફોટોઝ અને વીડિયોઝના સ્ક્રીનશોટ લેવામાં નહી આવે. આ ફીચરને જલદી જ જાહેર કરવામાં આવશે.
વોટ્સએપ પર તમારી તસવીરો, વીડિયો અને જીઆઇએફ તો કેપ્શન સાથે ચેટ્સમાં શેર કરી શકે છે પરંતુ ડોક્યુમેન્ટની સાથે આમ થતું નથી. આગામી સમયમાં ડોક્યુમેન્ટ્સ પણ કેપ્શનની સાથે મોકલી શકાશે. સાથે જ યૂઝર્સ જે પ્રકારે સર્ચ ઓપ્શનથી ચેટમાં મેસેજ શોધી શકે છે, તે હવે ડોક્યૂમેંટ્સ પણ સર્ચ કરી શકશે.
હાલ વોટ્સએપ ગ્રુપ્સમાં મોટાભાગે 512 મેંબર્સને એડ કરી શકાય છે પરંતુ હવે વોટ્સએપ એકવાર ફરી ગ્રુપની પાર્ટિસિપેન્ટ લિમિટને વધારવા જઇ રહ્યું છે. તમને જણાવી દઇએ કે આગામી દિવસોમાં વોટ્સએપ ગ્રુપ પાર્ટિસિપેન્ટ્સ લિમિટને વદહરીને 1024 મેંબર્સ સુધી કરી દેવામાં આવશે.
WABetaInfo ના મુજબ વોટ્સએપ પર વધુ એક નવું ફીચર આવી રહ્યું છે જે ટ્વિટરના એડિટ બટન ફીચર જેવું હશે. તેનો અર્થ એ છે કે યૂઝર્સ મેસેજ મોકલવાની 15 મિનિટની અંદર તેને એડિટ કરી શકશે. મેસેજ મોકલ્યા બાદ તેને એડિટ કરવાના ઓપ્શનને ક્યાં સુધી જાહેર કરવામાં આવશે. હાલ તે વિશે જાણકારી નથી.