અલૌકિક દિવાળી! એક સાથે 4 શુભ યોગ બનતા 5 રાશિવાળા જીવન ધન્ય બનશે, બંપર આકસ્મિક ધનલાભ કરાવશે!
લક્ષ્મી નારાયણ યોગ- 29 ઓક્ટોબરના રોજ બુધ ગ્રહના વૃશ્ચિકમાં ગોચર કરતા જ તમની યુતિ ત્યાં પહેલેથી જ બેઠેલા શુક્ર ગ્રહ સાથે થઈ છે. આ બંને શુભ ગ્રહોના મિલનથી લક્ષ્મી નારાયણ યોગનું નિર્માણ થયુ છે. ધન લાભ અને સૌભાગ્ય વૃદ્ધિ માટે આ યોગ ખુબ લાભકારી છે.
સમસપ્તક રાજયોગ- દિવાળીના શુભ અવસર પર વૃષભ રાશિમાં બૃહસ્પતિ અને વૃશ્ચિક રાશિમાં બેઠેલા શુક્રની પ્રતિયુતિ દ્રષ્ટિથી સમસપ્તક યોગનું નિર્માણ થયું છે.
શશ રાજયોગ- આ દિવાળીએ 30 વર્ષ બાદ શનિ ગ્રહે પણ અદભૂત સંયોગ બનાવ્યો છે. તે કુંભ રાશિમાં બેઠા છે જેનાથી શશ રાજયોગનું નિર્માણ થયું છે. વૈદિક જ્યોતિષમાં શશ રાજયોગ ખુબ પ્રભાવકારી માનવામાં આવ્યો છે.
રાજા-રાની યોગ- વૈદિક જ્યોતિષની ગણતરી મુજબ 31 ઓક્ટોબરના રોજ દિવાળીના અવસરે સૂર્ય અને ચંદ્રમા એક સાથે એક જ રાશિ અને ડિગ્રી પર એકબીજા સાથે યુતિ કરી રહ્યા છે જેને અનેક જ્યોતિષીઓ રાજા રાનિ યુતિ કે રાજા રાની યોગ કહે છે. જે ખુબ લાભકારી ગણવામાં આવે છે.
પંચાંગ મુજબ દિવાળીના દિવસે દુર્લભ શિવવાસ યોગનું નિર્માણ થાય છે અને આ સાથે જ તેમનો સંયોગ પ્રીતિ યોગ સાથે થઈ રહ્યો છે. એટલું જ નહીં જ્યોતિષ ગણતરીઓ મુજબ 31 ઓક્ટોબરના રોજ કુલદીપક, શંખ અને લક્ષ્મી યોગ પણ બની રહ્યો છે. ગ્રહોના ફળદાયી રાજયોગો અને પંચાંગના શુભ યોગોનો મહાસંયોગ પણ તમામ રાશિઓ પર અસર કરશે. પરંતુ 5 રાશિવાળાનું કાયાપલટ થઈ જશે. આ રાશિઓનું ભાગ્ય સૂર્ય સમાન ચમકી ઉઠશે. જાણો તે લકી રાશિઓ વિશે...
દિવાળી પર બનેલા શુભ સંયોગથી મેષ રાશિના જાતકોને ખુબ લાભ થવાની શક્યતા છે. તમને નવી નોકરીની ઓફર આવી શકે છે. પ્રમોશનની શક્યતા છે. વેપારથી પ્રાપ્ત લાભાં ઉલ્લેખનીય વધારો થશે. નોકરીયાતોને કામકાજમાં સફળતા મળવાથી બોસની પ્રશંસા મળશે. ધનલાભ થવાના પણ યોગ છે. જૂના દેવા ચૂકવવામાં સફળતા મળશે. શેર માર્કેટમાં રોકાણ કરનારા જાતકોને સારું રિટર્ન મળવાની શક્યતા છે. વેપારનો વિસ્તાર થશે. આર્થિક અને સામાજિક દાયરો વધશે.
વૃષભ રાશિવાળા માટે દિવાળી પર બની રહેલો શશ રાજયોગ ખુબ જ લાભકારી રહેશે. તમારા જૂના વિવાદ, સમસ્યાઓ દૂર થશે. સફળતાના રસ્તા ખુલશે. રોકાણથી લાભ થશે. વેપારમાં તેજી રહેશે. પરિવાર સાથે મળીને આનંદપૂર્વક દિવાળીની ઉજવણી કરશો.
મિથુન રાશિવાળા માટે દિવાળી પર બનેલો શુભ સંયોગ ધન કમાવવાના પ્રયત્નોમાં સફળતા અપાવશે. બંપર ધનલાભના યોગ છે. પ્રાઈવેટ જોબમાં પ્રમોશન મળવાથી આવકમાં સારો એવો વધારો થવાના યોગ છે. સરકારી નોકરીમાં પ્રગતિની તકો મળશે. વેપારમાં લાભ થશે. નવા વેપારિક સંબંધ બનશે. ઉદ્યોગ ધંધામાં રોકાણ લાભકારી રહેશે. વેપારમાં વધારો થવાથી ધનલાભ થશે. લોકો સાથે મીટિંગ દરમિયાન તમે સંયમિત રહેશે. મુસાફરી થવાના યોગ છે. જે લાભકારી રહેશે. પૈતૃક ધન સંપત્તિમાં વધારો થશે. નવી ગાડીના યોગ છે.
દિવાળી પર બનેલા શુભ સંયોગથી કર્ક રાશિના જાતકોને જબરદસ્ત આર્થિક લાભ થવાની શક્યતા છે. સંપત્તિ સંલગ્ન મામલા ઉકેલાઈ શકે છે. તમને નોકરીમાં સ્થિરતા આવશે. કાર્યભાર ઘટી શકે છે. સહકર્મીઓ સાથે સંબંધ મધુર થશે. વેપારનું વિસ્તરણ થશે. જે લોકો કૌટુંબિક વ્યવસાય સાથે જોડાયેલા છે તેમને શાનદાર લાભ થશે. રોકાણ લાભકારી રહેશે. ખાસ ફિલ્ડ જેમ કે રિસર્ચ, સાયન્સ, ઉદ્યોગ સંલગ્ન જાતકોનું સન્માન થઈ શકે છે. કરજથી મુક્તિ મળી શકે છે. માતા પિતાના આશીર્વાદ મળશે. પરિવારમાં સુખ શાંતિ રહેશે. માનસિક રીતે મજબૂત મહેસૂસ કરશો. સ્વાસ્થ્ય સારું રહેશે.
દિવાળી પર બનેલા શુભ સંયોગથી કુંભ રાશિના જાતકોને અનેક ક્ષેત્રમાં સફળતા મળવાની શક્યતા છે. કાર્યક્ષેત્રમાં તમારી પ્રતિભાને બિરદાવવામાં આવશે. મહત્વપૂર્ણ જવાબદારી મળી શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. વેપારમાં લાભ થશે. કૌટુંબિક ખુશહાલી વધશે. મુસાફરીના યોગ છે. માનસિક શાંતિ વધશે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.