Diwali 2024: દિવાળી પર સમૃદ્ધિ અને ધન પ્રાપ્ત થાય તેવી ઈચ્છા હોય તો પૂજા સંબંધિત આ વાતો યાદ રાખવી
જ્યોતિષશાસ્ત્ર અનુસાર દિવાળીની રાત દરેક વ્યક્તિ માટે સિદ્ધિદાયક હોય છે. આ દિવસે ભગવાન ગણપતિ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. દિવાળીનો તહેવાર શુભ રહે તે માટે કેટલીક તૈયારીઓ અગાઉથી જ કરી લેવામાં આવે છે. જેથી દિવાળીની પૂજા નું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય.
એક એક કરીને ઘરમાં અને નકામી વસ્તુઓ એકઠી કરી લેવામાં આવે છે. જે વસ્તુ ઉપયોગી ન હોય તેના દિવાળીની સાફ સફાઈ દરમિયાન ઘરમાંથી દૂર કરી દેવી જોઈએ. ઉપયોગમાં ન આવતી વસ્તુઓ ઘરમાં નકારાત્મકતા વધારે છે અને તેનાથી દરિદ્રતા પણ વધે છે.
દિવાળીના પર્વ દરમિયાન ફક્ત પૂજા કરવાથી જ નહીં પરંતુ આળસનો ત્યાગ કરવાથી પણ માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. દિવાળીના પર્વ દરમિયાન નવા સંકલ્પો નવા વિચારો અને નવી યોજનાઓ સાથે આગળ વધો. આળસ ત્યાગો અને દિવસની શરૂઆત શુદ્ધતા સાથે કરો.
દિવાળીની રાત અમાસની રાત હોય છે. આ દિવસે પૂજા પાઠ કરવાનું અને દીપ પ્રજ્વલિત કરવાનું વિશેષ મહત્વ હોય છે. આ રાત્રે માતા લક્ષ્મીની આરતી કરવી જરૂરી છે. માતા લક્ષ્મીની આરતી અને ઉપાસના મહાનિષિદ્ધ કાળમાં કરવી જોઈએ તેનાથી દરિદ્રતાનો નાશ થાય છે.
માતા લક્ષ્મી ને પ્રસન્ન કરવા હોય તો દિવાળીની રાત્રે કમલ ગટ્ટાની માળાથી માતા લક્ષ્મીના મંત્રનો 108 વખત જાપ કરવો. તેનાથી આર્થિક સમૃદ્ધિ વધે છે અને માનસિક શાંતિ મળે છે.
દિવાળીના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરો ત્યારે તેમને કમળના ફુલના આસન પર બિરાજમાન કરો. માતા લક્ષ્મીને કમળનું ફુલ પ્રિય છે. તેઓ કમલાસન પર જ બિરાજમાન હોય છે. તેથી દિવાળીની રાત્રે કમળ ના ફૂલ નું આસન તૈયાર કરી માતાની મૂર્તિ તેના પર સ્થાપિત કરો.