Hands Legs Tingling: હાથ-પગમાં ખાલી ચડવાની સમસ્યાથી પરેશાન છો? તો આજે જ અપનાવો આ 5 ઉપાય
શરીરમાં બ્લડ ફ્લોને સારું બનાવવા માટે યોગાસન કરી શકો છો. યોગા કરવાથી હાથ-પગની ઝણઝણાટીને દૂર કરી શકો છો. તેનાથી તમને સાંધાના દુખાવામાં પણ ફાયદો મળશે.
હાથ પગની ઝણઝણાટીને દૂર કરવા માટે હળદરવાળું દૂધ ખૂબ જ ફાયદાકારક હોય છે. હળદર મિક્સ કરવાથી દૂધમાં એંટીઓક્સિડેંટ્સ અને એંટી-ઇંફ્લેમેટરી ગુણની માત્રા વધી જાય છે, જે હાથની પગની ઝણઝણાટીને ઓછી કરે છે.
નવસેકું પાણી પીવાથી પણ હાથ-પગની ઝણઝણાટીને દૂર કરે શકાય છે. આ નુસખાથી ખૂબ રાહત મળે છે.
ઘણીવાર બોડીમાં પોષક તત્વોની ઉણપના લીધે હાથ-પગમાં ઝણઝણાટી થાય છે. એવામાં તમારે યોગ્ય ડાયટ લેવો ખૂબ જ જરૂરી હોય છે. તમે વિટામિન બી, મેગ્નેશિયમ, પ્રોટીન અને આયરનનું સેવન કરો.
તજથી હાથમાં થનાર ઝણઝણાટીને દૂર કરી શકાય છે. તેના પોષક તત્વથી બોડીમાં બ્લડ ફ્લો સારો રહે છે. તેનાથી શરીરના પાર્ટ્સ સુન્ન થઇ જાય છે.