Farmers Protest થી 5 રાજ્યને પારાવાર નુકસાન, સરકારની આ 4 મસમોટી યોજનાનું બજેટ પણ તેનાથી ઓછું

Thu, 11 Feb 2021-4:14 pm,

આ રાજ્યોમાં જમ્મુ અને કાશ્મીર, હિમાચાલ પ્રદેશ, પંજાબ, હરિયાણા અને દિલ્હી સામેલ છે. આ હિસાબે જોઈએ તો છેલ્લા 78 દિવસમાં આ પાંચ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશને 2 લાખ 73 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થઈ ગયું છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ નુકસાન ખેડૂતો અને મજૂરો  સંલગ્ન ભારત સરકારની ચાર મોટી યોજનાઓને મળનારા બજેટથી પણ ઘણું વધુ છે. 

2021-22 માટે મનરેગાનું બજેટ 73 હજાર કરોડ રૂપિયા છે. 

ખેડૂતોને ખાતર પર જે સબસિડી આપવામાં આવે છે તેનું બજેટ 65 હજાર કરોડ રૂપિયા છે. 

પ્રધાનમંત્રી પાક વીમા યોજનાનું બજેટ 16 હજાર કરોડ રૂપિયા છે. 

પ્રધાનમંત્રી કિસાન યોજનાનું બજેટ 6 હજાર કરોડ રૂપિયા છે. 

જો આ ચાર યોજનાઓને મળનારી રકમ જોડી દઈએ તો પણ તે 1 લાખ 60 હજાર કરોડ રૂપિયા થાય છે. એટલે કે ખેડૂત આંદોલનના કારણે થયેલા નુકસાનથી પણ 1 લાખ 13 હજાર કરોડ રૂપિયાથી ઓછું છે. તમે કહી શકો કે જો આ આંદોલન ન થાત તો ભારત સરકાર આવી અનેક યોજનાઓને ખેડૂતો અને મજૂરો માટે દેશભરમાં લાગુ કરી શકત. 

આંદોલનથી દેશને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. 

આંદોલનથી દેશના સોફ્ટ પાવરમાં કમી આવી છે. વિદેશી રોકાણમાં પણ કમી આવી છે. ઈઝ ઓફ બિઝનેસ રેન્કિંગમાં ઘટાડો થયો છે. માનવાધિકાર ઈન્ડેક્સમાં ઘટાડો થયો છે. હેપ્પીનેસ ઈન્ડેક્સમાં ઘટાડો. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link