Vat Savitri Purnima: વટ સાવિત્રી વ્રતમાં મહિલાઓએ ન કરવી આ ભુલ, જાણો વ્રતનું મહત્વ

Fri, 21 Jun 2024-1:13 pm,

પંચાંગ અનુસાર જેઠ મહિનાની પૂર્ણિમા 21 જુને 7.30 કલાકથી શરૂ થશે અને 22 જૂને સવારે 6.37 કલાકે સમાપ્ત થશે. વટ સાવિત્રીની પૂજા અભિજીત મુહૂર્તમાં કરવામાં આવે છે.   

વટ સાવિત્રી વ્રતની પૂજા કરવા માટે શનિવારે ત્રણ શુભ મુહૂર્ત છે. પહેલું મુહૂર્ત સવારે 7.08 મિનિટથી 8.53 મિનિટ સુધી રહેશે. બીજું મુહૂર્ત 8.53 મિનિટ થઈ 10.37 મિનિટ સુધી રહેશે. ત્યાર પછી 12.23 મિનિટથી 2.07 મિનિટ સુધી શુભ મુહૂર્ત છે.   

વટ સાવિત્રીના દિવસે સવારે જલ્દી જાગી સ્નાન કરી લાલ અથવા તો પીળા રંગના વસ્ત્ર પહેરવા. ત્યાર પછી વડલાના ઝાડની પૂજા કરવી. પૂજા કરવા માટે વડના ઝાડમાં પાણી ચડાવવું અને કંકુ-ચોખાથી પૂજા કરી પલાળેલા ચણા અર્પણ કરવા. ત્યાર પછી સુતરના દોરાને વડમાં બાંધી અને સાત વખત પ્રદક્ષિણા ફરવી. ત્યાર પછી વટ સાવિત્રી વ્રતની કથા સાંભળવી. 

વટ સાવિત્રીનું વ્રત કર્યું હોય ત્યારે પતિ પત્નીએ તામસીક વસ્તુઓ, માંસ, મંદિરાનું સેવન કરવું નહીં. આ દિવસે મહિલાઓએ કાળા ભૂરા કે બ્લુ કપડાં પહેરવા નહીં સાથે જ કોઈને અપશબ્દ પણ કહેવા નહીં. 

કહેવાય છે કે વટ સાવિત્રીનું વ્રત કરવું ખૂબ જ મહત્વનું છે. આ વ્રતના તપના કારણે જ સાવિત્રી પોતાના પતિ સત્યવાનનો જીવ યમરાજ પાસેથી પણ પરત લાવી હતી. આ વ્રત કરવાથી વૈવાહિક જીવનમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link