પિતૃ પક્ષમાં કરશો નહી આ વસ્તુઓનું દાન, તડાવશે પિતૃઓની નારાજગી

Sat, 07 Oct 2023-12:32 pm,

પિતૃપક્ષમાં ભૂલેચૂકે સરસવનું તેલ દાન કરવું જોઈએ નહીં. એવું કહેવાય છે કે પિતૃપક્ષમાં આમ કરવાથી પિતૃઓની નારાજગીનો ભાગીદાર બનાવે છે. આ સમય દરમિયાન ભૂલેચૂકે કોઈને તેલનું દાન ન કરવું જોઈએ. તેનાથી પિતૃદોષ લાગી શકે છે. આ સાથે જ વ્યક્તિને જીવનમાં સંકટોનો સામનો કરવો પડી શકે છે. 

પિતૃપક્ષમાં દાન કરવું શુભ હોય છે. પરંતુ ભૂલેચૂકે કોઈને જૂના કપડાંનું દાન કરવું જોઈએ. કપડાં અને બેકાર પડેલા જૂતા ચપ્પલ દાન કરવાથી ઉલ્ટું પાપ લાગે છે. પિતૃદોષની સાથે જ રાહુ દોષ લાગે છે. આ વ્યક્તિનું જીવન કષ્ટોથી ભરાઈ જાય છે. આથી વ્યક્તિએ પિતૃપક્ષમાં કોઈ પણ જૂના કપડાંનું દાન કરવું જોઈએ નહીં. જીવનમાં બાધા બની શકે છે. 

પિતૃ પક્ષમાં જૂના બૂટ ચંપણ પણ દાનમાં ન આપો. શ્રાદ્ધમાં અનાજ, નવા કપડાં, પૈસાનું દાન કરવું શુભ ગણવામાં આવે છે પરંતુ જૂના બૂટ ચંપલ આપવા તમારા જીવનમાં મુસીબતો લાવી શકે છે. 

પિતૃપક્ષમાં અન્ન દાન મહાદાન મનાય છે. ખુબ જ શુભ અને શાંતિ આપે છે પરંતુ ભૂલેચૂકે કોઈને પણ એઠું કે ખરાબ થઈ ગયેલું ભોજન આપવું જોઈએ નહીં. પાપના ભાગીદાર બનવું પડે છે. પિતૃઓ નારાજ થાય છે. ઘરમાં પિતૃદોષ લાગે છે. જે તમામ પ્રયત્નો છતાં દૂર થતો નથી. પિતૃઓને ખુશ કરવા માટે કોઈને પણ સારું ભોજન આપવું જોઈએ. 

પિતૃપક્ષ દરમિયાન વાસણોનું દાન શુભ મનાય છે. પરંતુ લોખંડના વાસણ દાનમાં આપવા નહીં. લોઢાના વાસણ દાન કરવાથી પાપ લાગે છે. પિતૃઓ નારાજ થાય છે. પિતૃદોષ લાગી શકે છે. સ્ટીલના વાસણ આપવા જોઈએ. 

(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link