White Food: બસ 1 મહિનો આ સફેદ વસ્તુઓ નહીં ખાવ તો કંઈ પણ કર્યા વિના ઝડપથી ઘટવા લાગશે વજન

Thu, 21 Nov 2024-1:37 pm,

મોટાભાગના ઘરમાં સૌથી વધુ વપરાતી વસ્તુ ખાંડ હશે. સફેદ ખાંડ સ્લો પોઈઝનની જેમ કામ કરે છે. ખાંડના કારણે વજન જ નહીં પરંતુ અન્ય ગંભીર બીમારી પણ વધે છે. ખાંડમાં કેલેરી વધારે હોય છે અને પોષક તત્વો ઓછા જેના કારણે શરીરમાં ચરબી ઝડપથી જામે છે. 

રિફાઇન્ડ ફ્લોર એટલે કે મેંદો જેમાંથી બ્રેડ સમોસા બર્ગર પિઝા મીઠાઈ બને છે તે પણ વજન વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. મેંદામાં ફાઇબર ઓછું હોય છે. મેંદો શરીરમાં જઈને સરળતા થી સુગરમાં બદલી જાય છે. તેનાથી વજન ઝડપથી વધે છે. 

સફેદ ચોખા પણ વજન વધારી શકે છે. ચોખામાં ફાઇબર ઓછું હોય છે અને સુગર વધારે હોય છે જો ચોખા ભોજનમાં લેવા જ હોય તો બ્રાઉન રાઈસ કે રેડ રાઈસ નો ઉપયોગ કરવો. સફેદ ચોખા બ્લડ સુગર લેવલ ઝડપથી વધારે છે. 

મીઠા વિના એક પણ વસ્તુ બનાવી શક્યો નથી. પરંતુ જો મીઠું વધારે માત્રામાં લેવામાં આવે તો તે શરીરમાં સોજા અને પાણીની સમસ્યાનું કારણ બને છે. તેના કારણે વજન પણ વધી જાય છે. સફેદ મીઠાના બદલે સિંધવ મીઠું કે હિમાલયન પિંક સોલ્ટ નો ઉપયોગ કરવો હિતાવહ છે 

ડેરી પ્રોડક્ટ જેમકે પ્રોસેસ ચીઝ માખણ પનીર જેવી વસ્તુ માં ફેટ અને કેલેરી વધારે માત્રામાં હોય છે. આવી વસ્તુઓ ખાવાથી વજન ઝડપથી વધી શકે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link