Garlic Side Effects: આ 5 તકલીફ હોય તેણે કાચુ લસણ ખાવાની ન કરવી ભુલ, ખાવાથી તબિયત વધારે બગડી જાશે

Wed, 03 Jul 2024-7:40 pm,

જે લોકોને વારંવાર એસીડીટી થતી હોય તેમણે લસણ ખાવાનું ટાળવું જોઈએ. લસણમાં એવા તત્વ હોય છે જે છાતીની બળતરા અને પેટની બળતરાને વધારી શકે છે. 

જે લોકોને લો બીપીની સમસ્યા રહેતી હોય તેમણે પણ લસણ ખાવાનું ટાળવું. લસણમાં પોટેશિયમ હોય છે જે બ્લડપ્રેશરને ઘટાડે છે. પહેલાથી જ લો બીપી રહેતું હોય તો લસણ ખાવાથી બીપી સાવ લો થઈ શકે છે. 

ઘણા લોકોનું પાચન નબળું હોય છે. તેઓ લસણનું સેવન વધારે કરે તો કબજિયાત, જાડા, ગેસ કે પેટ સંબંધિત અન્ય સમસ્યા થઈ શકે છે. તેથી પાચન નબળું હોય તેણે હેલ્થ એક્સપર્ટની સલાહ લઈને લસણ ખાવું.

જો તમને લીવર સંબંધિત સમસ્યા છે તો લસણનું સેવન ન કરવું. લસણમાં એવા તત્વ હોય છે જે લીવરને પ્રભાવિત કરી શકે છે. જો લીવરની બીમારી પહેલાથી જ હોય તો લસણ ખાતા પહેલા ડોક્ટરની સલાહ લેવી.

લસણમાં એવા ગુણ હોય છે જે લોહીને જામતું અટકાવે છે. જો તાજેતરમાં જ કોઈ સર્જરી કરાવી હોય કે બ્લીડિંગની સમસ્યા હોય તો કાચું લસણ ભૂલથી પણ ન ખાતા. જો કાચું લસણ આ સ્થિતિમાં ખાશો તો બ્લીડિંગનું જોખમ વધી જશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link