માઇક્રોવેવમાં `ઝેર` બની જાય છે આ વસ્તું! ભૂલથી પણ ન કરતા ગરમ
ઘણીવાર લોકોના ઘરમાં ભોજન વધારે હોય છે કે ક્યારેક ઓફિસમાં ટિફિન લઈને જાય તો લોકો માઇક્રોવેવમાં ગરમ કરીને ખાતા હોય છે. પરંતુ ભોજનની કેટલીક વસ્તુ એવી હોય છે કે તેને માઇક્રોવેવમાં ગરમ કરવી જોઈએ નહીં.
તેનું કારણ છે કે માઇક્રોવેવમાં કેટલીક વસ્તુ ગમર કરવાથી ખરાબ થઈ જાય છે. તેનું પોષણ મૂલ્ય ખરાબ થઈ જાય છે.
ફ્રેન્ચ ફ્રાઈસ અને ડીપ ફ્રાઈડ વસ્તુઓને માઇક્રોવેવમાં ગરમ ન કરવી જોઈએ. તેમને ફરીથી ગરમ કરવાથી તેમની ચપળતા અને સ્વાદનો નાશ થાય છે.
કોઈપણ પ્રકારના મીટને ઓવનમાં ગરમ કરવાથી તેનો સ્વાદ ખરાબ થઈ જાય છે. તેથી તેને પેનમાં ગરમ કરો કે ગ્રિલ કરો.
લીલા પાંદડાવાળા શાકભાજી કે સાગને પકાવ્યા બાદ બીજીવાર ગરમ કરવાથી તેમાં રહેલ નાઇટ્રેસ હાનિકારક નાઇટ્રાઇડ બની જાય છે, જેનાથી તેમાં કેન્સર પેદા કરનાર તત્વો પેદા થઈ જાય છે.
ઈંડાથી બનેલી વસ્તુને માઇક્રોવેવમાં ગરમ કરવાથી બચવું જોઈએ. જ્યારે પણ તમે ઈંડાથી બનેલી વસ્તુ બનાવો તો તેને તાજી ખાઈ લો.
નોટઃ આ આર્ટિકલમાં જણાવવામાં આવેલી રીતોને અજમાવતા પહેલા એક્સપર્ટની સલાહ લો.