Dhanteras ની શોપિંગ કરવા જઇ રહ્યા છો? જરૂર જાણી લો આ વાત, મોંઘી પડશે આ ભૂલો
ધનતેરસ પર પ્લાસ્ટિક અને કાચથી બનેલી વસ્તુઓ ન ખરીદવી. આ વસ્તુઓ રાહુ સાથે સંબંધિત છે. ધનતેરસના દિવસે આ વસ્તુઓ ખરીદવાથી ઘરમાં દરિદ્રતા આવે છે.
ધનતેરસ પર પ્લાસ્ટિક અને કાચથી બનેલી વસ્તુઓ ન ખરીદવી. આ વસ્તુઓ રાહુ સાથે સંબંધિત છે. ધનતેરસના દિવસે આ વસ્તુઓ ખરીદવાથી ઘરમાં દરિદ્રતા આવે છે.
ધનતેરસના દિવસે લોખંડની કોઈ પણ વસ્તુ જેવી કે કડાઇ, તવો કે અન્ય કોઈ વસ્તુ ખરીદીને ઘરે ન લાવવી. એવું માનવામાં આવે છે કે ધનતેરસના શુભ દિવસે ઘરમાં લોખંડની વસ્તુઓ લાવવાથી પણ ઘરમાં દુર્ભાગ્ય આવે છે. આ સિવાય ધનતેરસના દિવસે એલ્યુમિનિયમના વાસણો ન ખરીદો.
ધનતેરસના દિવસે સોના-ચાંદી જેવી શુભ ધાતુઓની ખરીદી કરવી પડે છે, તેથી લોકો સોના-ચાંદીના દાગીના, વાસણો વગેરે ખરીદે છે. આ શુભ દિવસે આર્ટિફિશિયલ જ્વેલરી ખરીદવાની ભૂલ ન કરો. જેના કારણે વ્યક્તિની પ્રગતિ અટકી જાય છે.
ધનતેરસ પર લોકો નવા કપડાં પણ ખરીદે છે. આ સમય દરમિયાન કાળા રંગના કપડા બિલકુલ ન ખરીદવાનું ધ્યાન રાખો. પીળો, લાલ, લીલો, નારંગી, ગુલાબી વગેરે શુભ રંગોના કપડાં ખરીદો તો સારું રહેશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.)