Ravivar Upay: રવિવારે શોપિંગ કરો તો ભુલથી પણ ન લેવી આ વસ્તુઓ, કરોડપતિમાંથી થઈ જાશો કંગાળ
જ્યોતિષશાસ્ત્ર અનુસાર રવિવારના દિવસે લોઢાનો સામાન ખરીદવો નહીં. મોટાભાગે લોકો એવું માને છે કે શનિવારે લોઢું ખરીદવું અશુભ છે પરંતુ રવિવારના દિવસે પણ લોઢાની ખરીદી કરવાથી આર્થિક હાનિ થાય છે.
રવિવારના દિવસે કાર કે નવા વાહન કે તેની એક્સેસરીઝ પણ ખરીદવી નહીં. આ વસ્તુઓ પણ લોઢાથી બનેલી હોય છે અને રવિવારે જો તમે વાહન ખરીદો છો તો વારંવાર તે ખરાબ થાય છે.
રવિવારે ગાર્ડનિંગનો સામાન ખરીદવો પણ અશુભ છે. ઘરના બગીચાને શણગારવાનો સામાન પણ રવિવારે ખરીદવો નહીં. તેનાથી સૂર્ય નબળો થાય છે અને વ્યક્તિના સ્વાસ્થ્યથી પર ખરાબ અસર પડે છે.
રવિવારના દિવસે માંસ કે મદિરાનું સેવન કરવું નહીં. તેનાથી કુંડળીમાં શનિ અને સૂર્ય અશુભ ફળ આપે છે.
રવિવારના દિવસે લાલ રંગની વસ્તુ ખરીદવી શુભ ગણાય છે. રવિવારે ઘઉં, તાંબુ, પૈસા રાખવાનું પર્સ વગેરે ખરીદવું શુભ રહે છે. તેનાથી ઘરમાં બરકત રહે છે અને સંપન્નતા વધે છે. તેનાથી કાર્યમાં સફળતા પણ મળે છે.