Mobile Wallpaper: ભૂલથી પણ મોબાઈલમાં આવા વોલપેપર ન લગાવો, દુર્ભાગ્ય વળગી જશે, ધન, શાંતિનો અભાવ હંમેશા રહેશે
મોબાઈલને લોકો ટોયલેટમાં પણ લઈ જાય છે અને દરેક સ્થિતિમાં સાથે રાખે છે. તેવામાં વોલપેપર તરીકે ક્યારેય ધાર્મિક સ્થળ કે મંદિરનો ફોટો રાખવો નહીં. તેનાથી ધાર્મિક સ્થળોનું અપમાન થાય છે.
મોબાઈલમાં લોકો અલગ અલગ ઈમોશનવાળા ફોટો લગાવતા હોય છે. મોબાઈલમાં ક્યારેય દુ:ખ, ક્રોધ, ઈર્ષા કે લોભ વ્યક્ત કરતા ફોટો પણ વોલપેપર તરીકે ન રાખો. તેનાથી નકારાત્મકતા વધવા લાગે છે.
મોબાઈલના વોલપેપર પર દેવી, દેવતાઓના ફોટો પણ રાખવા નહીં. મોબાઈલ પડી પણ જતો હોય, ગંદા હાથથી તેને પકડવાનું પણ થાય છે. તેવામાં દેવી દેવતાના ફોટો રાખવા અયોગ્ય છે.
ડાર્ક કલર જેમકે કાળો, બ્લુ, જાંબલી, ભુરો રંગ હોય તેવા વિચિત્ર વોલપેપર પણ ફોનમાં ન રાખો. તેનાથી જીવનમાં સક્સેસ અટકી જાય છે. નોકરી અને વેપારમાં પ્રગતિ અટકી જાય છે.