Astro Tips: સવારે ઉઠતાંવેંત કરવા આ 5 કામ, દિવસના દરેક કામમાં મળશે ભાગ્યનો સાથ

Mon, 04 Dec 2023-8:22 am,

સવારે ઉઠતાની સાથે જ સ્નાન કરીને પૂજા કરવી જોઈએ. આ ઉપરાંત સવારે અને સાંજે ઘરની બહાર દીવો પ્રગટાવવો જોઈએ. આમ કરવાથી દેવી લક્ષ્મી હંમેશા તમારા પર પ્રસન્ન રહે છે અને તમારા ઘરને ધનથી ભરી દે છે.

નિયમિત રીતે સવારે સૂર્ય ભગવાનને જળ અર્પિત કરવું શુભ માનવામાં આવે છે. આમ કરવાથી જીવન ખુશીઓથી ભરાઈ જાય છે. સાથે જ સૂર્ય બળવાન બને છે અને જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે.

જ્યારે પણ તમે મંદિરમાં પૂજા કરો છો તો સૌથી પહેલા તમારે તમારા કપાળ પર તિલક લગાવવું જોઈએ. તેનાથી દેવી લક્ષ્મી ઘરમાં વાસ કરે છે અને બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે, તેથી રોજ સવારે માતા તુલસીની પૂજા કરવી જોઈએ. તેમજ રોજ સાંજ ઘીનો દીવો પણ કરવો જોઈએ.

સવારે ઉઠીને ભગવાનનું નામ લેવું જોઈએ અને ઘરને સ્વચ્છ રાખવું જોઈએ. જો તમારું ઘર સ્વચ્છ રહે છે તો ઘરમાંથી બધી નકારાત્મકતા દુર થઈ જાય છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link