Malaika Arora જેવું Fit અને Young રહેવું હોય તો કરો આ યોગાસન
દરેક વ્યક્તિ ઈચ્છે છે કે વધતી ઉંમરે પણ તે ફિટ અને સુંદર રહે તેવામાં જો મલાઈકા અરોરાના આ યોગાસન કરવામાં આવે તો આ શક્ય બને છે. તેમાંથી એક યોગાસન છે સર્વાંગાસન. આ આસન કરવા માટે પગ અને હિપ્સના ભાગને ઉપરની તરફ રાખવાના હોય છે.
આ યોગાસન કરીને તમે પેટ અને કમરની ચરબીને ઓછી કરી શકો છો. જે લોકોને શરીરમાં દુખાવા રહેતા હોય તેમણે આ આસન ખાસ કરવું. આ આસન કરવાથી પીઠ અને પેટના દુખાવાની સમસ્યામાં રાહત થાય છે.
તમને ઘણા ફોટોમાં મલાઈકા અરોરા આસન કરતી જોવા મળશે આ આસન કરવું મલાઈકાને પણ ખૂબ પસંદ છે તેનાથી વેઇટ મેન્ટેન રહે છે અને સાથે જ પીઠ, હિપ્સ અને હેમસ્ટ્રીંગ સ્ટ્રોંગ બને છે. તેનાથી બ્લડ સર્ક્યુલેશન પણ સુધરે છે.
આ આસન કરવું શરૂઆતમાં મુશ્કેલ લાગશે પરંતુ એક વખત યોગ્ય માર્ગદર્શન સાથે તેને શીખી લેવામાં આવે તો તે શરીરની ફિટનેસ માટે વરદાન સાબિત થાય છે.
વીર ભદ્રાસન કરવાથી શરીર એકદમ ફિટ રહે છે અને ઘણી બધી બીમારીઓ દૂર થાય છે. આ આસન શરીરમાં સ્થિરતા લાવે છે.