દેશના 5 સૌથી ધનિક ભિખારી: લાખોની કમાણી, પોતાના ફ્લેટ...વિગતો જાણીને દંગ રહી જશો

Wed, 25 Sep 2024-3:45 pm,

ભિખારીનું નામ સાંભળતા જ તમને એમ લાગે કે એ તો ફાટેલા કપડાંવાળા હોય, ગરીબીમાં જીવતા હોય, ખાવાના પણ સાંસા હોય. પરંતુ આજે અમે તમને દેશના એવા કેટલાક ભિખારીઓ વિશે જણાવીશું જેમની કમાણી તમારી કલ્પના બહાર હશે. સાંભળીને વિશ્વાસ કરવું અઘરું પડશે.   

લક્ષ્મી દાસ નામની આ મહિલા દર મહિને લગભગ 35 હજાર રૂપિયા કમાય છે. તે કોલકાતામાં ભીખ માંગે છે અને 16 વર્ષની ઉંમરથી ભીખ માંગવાનું કામ કરે છે. 

સંભાજી કાલે નામનો આ વ્યક્તિ રોજના એક હજાર રૂપિયા જેટલું કમાઈ લે છે. એટલે કે મહિને 30 હજાર રૂપિયા જેટલી કમાણી. બેંકમાં તેના ખાતામાં 1.5 લાખ રૂપિયા જેટલી રકમ જમા છે. મુંબઈના ખાર વિસ્તારમાં તે ભીખ માંગે છે. 

કૃષ્ણા કુમાર ગીતે રોજના 1500 રૂપિયા જેટલી કમાણી કરે છે. એટલે કે મહિને 40થી 50 હજાર રૂપિયા ભીખ માંગીને કમાય છે. તેની પાસે પાંચ લાખ રૂપિયાનો એક એપાર્ટમેન્ટ પણ છે. તે મુંબઈના ચર્ની રોડ પર ભીખ માંગે છે. 

સરસ્વતી દેવી નામની આ મહિલા મહિને 50 હજાર રૂપિયા જેટલું કમાય છે. એટલું જ નહીં તે વાર્ષિક ચાર લાખ રૂપિયાની બે જીવન વીમા પોલીસી માટે લગભગ 36 હજાર રૂપિયાનું પ્રીમિયમ પણ ભરે છે. તે બિહારની રાજધાની પટણાના અશોક સીનેમા હોલ પાસે ભીખ માંગે છે.   

ભરત જૈન કદાચ ભારતનો જ નહીં પરંતુ દુનિયાનો સૌથી અમીર ભિખારી હશે. તે મહિને પૂરા 70 હજાર રૂપિયા જેટલું કમાય છે. તેની નેટવર્થ 1 મિલિયન ડોલર એટલે કે લગભગ 27 કરોડ રૂપિયા છે. એટલું જ નહીં તેની પાસે મુંબઈમાં 70 લાખ રૂપિયાના બે ફ્લેટ પણ છે. છેલ્લા 40 વર્ષથી તે ભીખ માંગે છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link