Income Tax: આ દેશોમાં બસ જલસા જ જલસા! 1 રૂપિયો પણ ઈન્કમ ટેક્સ ભરવો પડતો નથી, પૂરેપૂરી આવક ખિસ્સામાં
ઓલ્ડ ટેક્સ રિજીમ હેઠળ તમને પાંચ લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરવો પડતો નથી. પરંતુ તેમાં તમને અલગ અલગ પ્રકારના રોકાણ પર ટેક્સથી રાહત મળે છે. બીજી બાજુ ન્યૂ ટેક્સ રિજીમ હેઠળ 7 લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ ફ્રી છે. પરંતુ તેના હેઠળ તમને કોઈ પણ પ્રકારના રોકાણ પર આવકમાંથી રાહત મળતી નથી. પરંતુ શું તમને એવા દેશો વિશે ખબર છે કે જ્યાં સરકરા તરફથી કોઈ પણ પ્રકારનો ટેક્સ વસૂલવામાં આવતો નથી. એટલે કે પૂરી આવક જનતાના હાથમાં જ રહે છે. જાણો એવા દેશો વિશે...
સંયુક્ત આરબ અમીરાત (UAE) હજુ પણ ટેક્સ ફ્રી કંટ્રી છે. અહીં ક્રૂડ ઓઈલનો વેપાર થાય છે અને આખી ઈકોનોમી તેના પર ટકેલી છે. અહીં પણ લોકોએ ટેક્સ ભરવો પડતો નથી. ખાડી દેશ બહેરીનની સરકાર પણ પોતાના નાગરિકો પાસેથી કોઈ પણ પ્રકારનો ટેક્સ વસૂલતી નથી.
ટેક્સ ફ્રી કંટ્રીની વાત આવે તો સૌથી પહેલું નામ ધ બાહમાસનું આવે છે. પર્યટકો માટે સ્વર્ગ કહેવાતો આ દેશ વેસ્ટર્ન હેમિસ્ફીયરમાં છે. આ દેશની જનતાએ પોતાની આવક પર કોઈ પણ પ્રકારનો ટેક્સ સરકારને આપવો પડતો નથી.
બ્રુનેઈમાં તેલના ભંડાર છે. અહીં રહેતા લોકોએ પણ કોઈ પ્રકારનો ટેક્સ ભરવો પડતો નથી. આ ઉપરાંત ઉત્તર અમેરિકા મહાદ્વિપના કેરેબિયન ક્ષેત્રમાં પડતા કેમેન આઈલેન્ડ્સમાં રહેતા લોકોએ પણ પોતાની આવક પર ટેક્સ ભરવો પડતો નથી.
યુએઈની જેમ ખાડી દેશ કુવૈતમાં પણ ઓઈલ અને ગેસના કુદરતી ભંડાર છે. આ દેશને આ બંને ચીજોથી ખુબ આવક થાય છે અને તેનો ફાયદો અહીંની જનતાને થાય છે. આ જ કારણ છે કે આ દેશના લોકોએ આવકવેરો ભરવો પડતો નથી.
ભારતની સમુદ્રી સરહદ સાથે જોડાયેલા માલદીવના લોકોએ આવકવેરો ભરવો પડતો નથી. દુનિયાભરના લોકો અહીં ફરવા માટે પહોંચે છે. વર્ષની શરૂઆતમાં પીએમ મોદી વિરુદ્ધ કમેન્ટને પગલે ભારતીય પર્યટકોએ જોકે માલદીવનો બહિષ્કાર કરેલો છે.