CAR COLLECTION: સિતારાઓના ઘરે વૈભવી ગાડીઓની વણઝાર, ROLLCE ROYCE, BANTLEY અને BUGAATIમાં ફરે છે સ્ટાર
મિ.પર્ફેક્ટનિસ્ટ કાર રાખવાના શોખમાં કોઈની પાછળ રહે તેમ નથી. આમીર ખાન પાસે 10 કરોડની કિંમતની બુલેટપ્રુફ મર્સીડીઝ -S600 છે. મર્સીડીઝ-S600 કાર ભારતમાં મુકેશ અંબાણી અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પાસે છે. આમીર ખાને તેની કારમાં સ્પેસિફિકેશન માટે ઘણા રૂપિયાનો ખર્ચ કર્યો છે. આમીર ખાન પાસે તે સિવાય BMW -6 સિરીઝ,રોલ્સ રોયસ GHOST, બેન્ટલી કોન્ટિનેટલ ફલાઈંગ સ્પોર, રેન્જ રોવર વોગ જેવી મોંઘીદાટ ગાડીઓ છે.
બોલિવૂડના બાદશાહ કિંગ ખાન પણ કાર અને સ્પોર્ટસ બાઈક ખરીદવાના શોખીન છે. શાહરૂખ ખાને ગત વર્ષે સફેદ રંગની BMW 18 ખરીદી હતી. બોલિવૂડમાં સૌથી મોંઘી કાર ખરીદનારાઓમાં શાહરૂખ ખાન મોખરે છે. શાહરૂખ ખાન 12 કરોડની કિંમતની બુગાટી વેયરોન પણ ચલાવે છે. શાહરૂખ ખાનના કાર કલેકશનમાં BMW કનવર્ટેબલ, રોલ્સ રોયસ ફેન્ટમ, બેન્ટલી કોન્ટિનેટલ GT, મીત્સુબીસી પજેરો, લેન્ડક્રુજર, BMW 6 સિરીઝ, ઓડી ક્યૂ 6નો સમાવેશ થાય છે. બોલિવૂડના બાદશાહ કાર રાખવાના ગજબ શોખીન છે
બોલિવૂડના 'મુન્નાભાઈ કહો કે રઘુ' પોતાની અલાયદી અદાકારીથી દર્શકોના દીલ જીતનાર સંજય દત્ત કાર રાખવાના શોખમાં પણ પાછળ રહી જાય તેમ નથી. સંજય દત પાસે ફેરારી 599 GTB છે. તો સાથે સાથે ટુ સીટર ઓડી R8, ટોયોટા લેન્ડ ક્રૂઝર, મર્સીડીઝ એમ ક્લાસ, પોર્શે SUV અને રોલ્સ રોયસ ઘોસ્ચ છે. સંજય દત્ત બાઈક કલેકશન પણ સારુ ધરાવે છે
બોલિવૂડના દબંગ સલમાન ખાન ફિલ્મોમાં જેટલા એકશન મોડમાં જોવા મળે છે અને દર્શકોને મનોરંજન પૂરૂ પાડે છે તે રિઅલ લાઈફમાં પણ એકશન સ્ટારની પર્સનાલિટીને પૂર્ણ કરે તેવા શોખ ધરાવે છે. સલમાન ખાન પાસે AUDY RS7, BMW X6, રેન્જરોવર વોગ,ટોયોટા લેન્ડ ક્રૂઝર જેવી કાર છે.
યંગસ્ટર્સમાં સૌથી વધુ લોકપ્રિય અભિનેતા રણબીર કપૂર પણ મોંઘીદાટ કાર રાખવાનો શોખ રાખે છે. રણબીર કપૂર પાસે 90 લાખ રૂપિયાની કિંમતની મર્સીડીઝ એમએલ ક્લાસ SUV છે. રણબીર પાસે મર્સીડીઝ G-63AMG છે જેની કિંમત અંદાજે 2.19 કરોડ રૂપિયા છે. આ કાર રણબીર કપૂરના કાર કલેકશનમાં સૌથી ફાસ્ટ કાર છે. રણબીર કપૂર ઓડી R-8 પણ ધરાવે છે જેની અંદાજિત કિંમત 2.72 કરોડ રૂપિયા છે.
બોલિવૂડની સફળ અભિનેત્રી પ્રિયંકા ચોપરા પણ મોંઘીદાટ કાર રાખવાનો શોખ ધરાવે છે. પ્રિયંકા ચોપરા 2 કરોડની કિંમતની રોલ્સ રોયસ કાર ધરાવે છે. તે સાથે પ્રિયંકા ચોપરા પાસે BMW 7 સિરીઝ, મર્સીડીઝ બેન્ઝ - E ક્લાસ અને પોર્શે કેયેનન કાર પણ છે. પ્રિયંકાના કાર કલેકશનમાં રોલ્સ રોયસ સૌથી મોંઘી કાર છે જેની કિંમત અંદાજે 2 કરોડ રૂપિયા છે
ધૂમ ફિલ્મ બાદ લાખો યુવાનોનો ફેવરિટ હિરો બની જનાર જ્હોન અબ્રાહમ પણ કાર અને બાઈક્સ રાખવાનો શોખ ધરાવે છે. જ્હોન અબ્રાહમ પાસ લેમ્બોર્ગિની ગેલારડો, નિશાન GTR, ઓડી Q3, MARUTI SUZUKI GYPSY જેવી શાનદાર કાર છે. જ્હોન અબ્રાહમ અવારનવાર તેના કાર અને બાઈક્સ સાથેના ફોટા શેર કરતો હોય છે. જહોન અબ્રાહમ સ્પોર્ટસ કાર્સ અને સ્પોર્ટસ બાઈક્સનું કલેકશન ધરાવે છે.
બાજીરાવ મસ્તાનીની મસ્તાની સવારી પણ શાહી છે. દીપિકા પાદુકોણ BMW કંપનીની મિની કૂપર રાખે છે જેની અંદાજિત કિંમત 80 લાખ રૂપિયા છે. મિની કૂપર દીપિકા પાદુકોણની પર્સનાલિટી સાથે પણ પર્ફેક્ટ મેચ થાય છે. દીપિકા પાદુકોણ પાસે AUDI Q7 પણ છે. તો દીપિકા-રણવીરસિંહ બંન્ને MEREDES MAYBACH S 500 યુઝ કરે છે. મર્સીડીઝ S ક્લાસ રેન્જમાં આ મોડલ સૌથી મોંઘુ છે. આ કારને બહારથી મંગાવી અને એસેમ્બલ કરી બનાવવામાં આવે છે. દીપિકા પાદુકોણ પાસે જે મર્સીડીઝ S-500 કાર છે તેની પ્રારંભિક કિંમત જ 1.94 કરોડ રૂપિયા છે. આ મોડલ કરન જૌહર, રાની મુખર્જી, જેકલીન ફર્નાન્ડીઝ, રીતીક રોશન પણ રાખે છે.
બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન એક્ટિંગમાં તો અગ્રેસર છે પરંતું મોંઘીદાટ કાર રાખવાના શોખમાં અમિતાભ બચ્ચન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અવ્વલ છે. બેનટ્લી કોન્ટિનેટલ, મર્સીડીઝ SL500, રેન્જ રોવર, લેક્સસ LX-470, મર્સીડીઝ E 240, BMW X5 જેવી કાર અમિતાભ બચ્ચન પાસે છે. અમિતાભ બચ્ચનને વિધુ વિનોદ ચોપરાએ રોલ્સ રોયલ ફેન્ટમ ભેટમાં આપી હતી. સાડા 4 કરોડની રોલ્સ રોયસ ફેન્ટમ અમિતાભ બચ્ચને થોડા વર્ષો બાદ વેચી દીધી હતી. અમિતાભ બચ્ચન પાસે રેન્જરોવર, પોર્સે કેયમેન, મીની કુપર કાર પણ છે
બોલિવૂડનો એકમાત્ર અભિનેતા અજય દેવગન જેની પાસે 'MASERATI QUATTROPORTE' કાર છે. ભારતીય બજાર પ્રમાણે આ કારની અંદાજિત કિંમત 2.8 કરોડ રૂપિયા છે. અજય દેવગને વર્ષ 2006માં આ કાર ખરીદી હતી. તે સિવાય અજય દેવગન પાસે BMW Z4, રેન્જરોવર વોગ, મર્સીડીઝ બેન્ઝ S ક્લાસ અને મિની કૂપર છે.અજય દેવગન પાસે રોલ્સ રોયસ કુલીનન છે. આ કાર SUVની કેટેગરીમાં સૌથી મોંઘી છે જેની કિંમત અંદાજે પોણા 7 કરોડ રૂપિયા છે