શિયાળામાં કેટલા લીટર પાણી પીવું જરૂરી...ખાસ જાણો, નહીં તો બેદરકારી ભારે પડી જશે

Sun, 03 Dec 2023-9:16 am,

આપણા બોડીનું મિકેનિઝમ એવું નથી કે ગરમીમાં વધુ પાણી પીવું જોઈએ અને ઠંડીમાં ઓછું પાણી પીવું જોઈએ. આપણે શિયાળામાં દિવસમાં લગભગ 8થી 10 ગ્લાસ પાણી તો પીવું જ જોઈએ. એટલે કે લગભગ સાડા ત્રણ લીટર સુધી.   

શિયાળો શરૂ થઈ ગયો છે. આ સીઝનમાં સૌથી વધુ બેદરકાર આપણે પાણી પ્રત્યે રહીએ છીએ. મોટાભાગે લોકો વિચારે છે કે ઠંડીમાં ગરમીની સરખામણીમાં પાણીની ઓછી જરૂર પડે છે. 

પાણીની તરસ અનેક વાત પર નિર્ભર કરતી હોય છે. આપણી આસપાસના વાતાવરણ સાથે સીધો સંબંધ હોય છે. કારણ કે જ્યાં ગરમ પ્રદેશોમાં લોકો વધુ પાણી પીવે છે ત્યાં ઠંડા પ્રદેશોમાં લોકો ઓછું પાણી પીતા હોય છે. 

પાણીની તરસ અનેક વાત પર નિર્ભર કરતી હોય છે. આપણી આસપાસના વાતાવરણ સાથે સીધો સંબંધ હોય છે. કારણ કે જ્યાં ગરમ પ્રદેશોમાં લોકો વધુ પાણી પીવે છે ત્યાં ઠંડા પ્રદેશોમાં લોકો ઓછું પાણી પીતા હોય છે. 

ગરમીના સમયમાં આપણા શરીરમાંથી પરસેવો પાણીની જેમ નીકળતો હોય છે. આથી બોડીને હાઈડ્રેટ રાખવા માટે વધુ પાણી પીતા હોઈએ છીએ જ્યારે શિયાળામાં એવું હોતું નથી.   

ઉંમરને પણ તરસ સાથે સીધો સંબંધ હોય છે. કારણ કે જ્યાં નાની ઉંમરના બાળકો ભાગતા દોડતા રહે છે અને વધુ શારીરિક ગતિવિધિ કરે છે તો તેમને વધુ પાણીની જરૂર પડે છે. બીજી બાજુ ઉંમર વધવાની સાથે આપણને ઓછા પાણીની જરૂર પડે છે. 

અનેક પ્રકારની બીમારીઓમાં દર્દીને વધુ પાણીને જરૂર પડે છે. ગરમ દવાઓના સેવનથી તેમનું પાણી ઈનટેક વધી જાય છે. 

અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link