જાણો સાધ્વી જયા કિશોરીની કેટલી છે આવક, ક્યારે કરશે લગ્ન, લવ મેરેજને માને છે ઉત્તમ
જયા કિશોરી (Jaya Kishori) ની ઓળખ એક યુવા સાધ્વી ઉપરાંત સફલ મોટીવેશનલ સ્પીકર તરીકે પણ છે. તે અવાર નવાર પોતાની યૂટ્યૂબ ચેનલ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા લોકોનું મનોબળ વધારવાનો પ્રયત્ન કરે છે.
જયા કિશોરી (Jaya Kishori) દેશના દરેક પ્રાંતમાં પોતાના પ્રવચન કરે છે. જયા કિશોરીના કાર્યક્રમો માટે એડવાન્સ બુકિંગ કરાવવી પડે છે. જયા કિશોરીના પિતા મેનેજર તરીકે કાર્યક્રમોનું બુકિંગ સંબંધી કામ જુએ છે.
મીડિયામાં ઉપલબ્ધ જાણકારી અનુસાર જયા કિશોરી (Jaya Kishori) ના કાર્યક્રમની ફી 9 લાખ 50 હજાર રૂપિયા છે. અડધા પૈસા એડવાન્સ આપવાના હોય છે અને અડધા કાર્યક્રમ પુરો થયા બાદ.
લાખો રૂપિયા કમાનાર જયા કિશોરી (Jaya Kishori) પોતાની કમાણીનો મોટો ભાગ દાન કરે છે. સાથે જ તે પોતાનું ટ્રસ્ટ પણ ચલાવે છે જે અપેક્ષિતોની મદદ કરે છે.
જયા કિશોરી (Jaya Kishori) નું કહેવું છે કે તે સામાન્ય છોકરીઓની માફક લગ્ન પણ કરશે અને માતા પણ બનશે. લગ્નને લઇને તેમનું પ્લાનિંગ છે કે જ્યારે યોગ્ય મળી જાય જે મને સમજે અને જેનું મારી સાથે ટ્યૂનિંગ મળી શકે તેની સાથે લગ્ન કરીશ.
જયા કિશોરી (Jaya Kishori) નું કહેવું છે કે પ્રેમ લગ્ન હંમેશા અરેંજ મેરેજ કરતાં સારા હોય છે. પ્રેમ લગ્નમાં તમે તેની સાથે લગ્ન કરો છો જેની સાથે તમને ખુશી મળે છે. તમે તેને સારી રીતે સમજો છો.