₹17000 કરોડની સંપત્તિ, છતાં વર્ષો જૂના ઘરમાં રહે છે આ ઉદ્યોગપતિ, જાણો કેમ `ગુલિસ્તાન`માં વસે છે તેમનો જીવ?

Mon, 30 Dec 2024-4:25 pm,

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા જેટલું પોતાના બિઝનેસ અને મહિન્દ્રા ગાડીઓને લઈને ચર્ચામાં રહે છે એટલી જ ચર્ચા  તેમની ટ્વિટ્સને લઈને પણ થતી હોય છે. આનંદ મહિન્દ્રાના મન્ડે મોટિવેશનની તો લોકો આતુરતાપૂર્વક રાહ જુએ છે. પોતાના ટ્વીટ અને સોશિયલ મીડિયા દ્વારા આનંદ મહિન્દ્રા લોકો સાથે સંપર્કમાં રહે છે. કરોડોની સંપત્તિ અને અબજોના કારોબારના માલિક આનંદ મહિન્દ્રાની લાઈફસ્ટાઈલ ખુબ જ સિમ્પલ છે. 

આનંદ મહિન્દ્રા પાસે 17000 કરોડ રૂપિયાની સંપત્તિ છે. મહિન્દ્રા ગ્રુપનો કારોબાર, ઓટો, ઈન્ફોર્મેશન ટેક્નોલોજીથી લઈને રિયલ એસ્ટેટ, ડિફેન્સ અને હોસ્પિટાલિટી સુધી ફેલાયેલો છે. મહિન્દ્રા ગ્રુપમાં કુલ 137 કંપનીઓ રજિસ્ટર્ડ છે. આનંદ મહિન્દ્રા પાસે પૈસાની કોઈ કમી નથી. તેઓ ઈચ્છે તો મહેલ અને બંગલા બનાવી લે પરંતુ આનંદ મહિન્દ્રા પોતાના દાદાના જૂના ઘરમાં રહે છે. 

આનંદ મહિન્દ્રાનું આખુ નામ આનંદ ગોપાલ મહિન્દ્રા છે. આનંદ મહિન્દ્રા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના સહ સંસ્થાપક જગદીશ ચંદ્ર મહિન્દ્રાના પૌત્ર છે. આનંદ મહિન્દ્રા જેવા અન્ય બિઝનેસમેન જ્યાં કરોડો, અબજોના ઘર-બંગલામાં રહે છે ત્યાં અથાગ સંપત્તિના માલિક હોવા છતાં આનંદ મહિન્દ્રા દાદાના વારસાગત ઘરમાં રહે છે. આનંદ મહિન્દ્રા ખુબ જ સામાન્ય જીવન જીવે છે. તેઓ હજુ પણ દાદા કે સી મહિન્દ્રાના એ જ ઘરમાં રહે છે જ્યાંથી મહિન્દ્રા ગ્રુપની શરૂઆત કરવામાં આવી હતી. 

આનંદ મહિન્દ્રાના દાદા કે સી મહિન્દ્રાએ મુંબઈના નેપિયનસી રોડ પર ઘર ભાડે લીધુ હતું. જે સમયે તેઓ ઘરમાં શિફ્ટ થયા આનંદ મહિન્દ્રાનો જન્મ પણ થયો નહતો. પરંતુ ત્યારબાદ તેમનું બાળપણ તે ઘરમાં વિત્યું. વર્ષો સુધી તેઓ પરિવાર સાથે તે ઘરમાં રહ્યા. 

ત્યારબાદ ઘરના માલિકે ઘરને રિનોવેશનના નામે તોડવાની વાત કરી અને આ સમાચાર આનંદ મહિન્દ્રા સુધી પહોંચ્યા તો તેઓ બેચેન થઈ ગયા. તેમણે પળનો પણ વિલંબ કર્યા વગર 270 કરોડ રૂપિયામાં આ જૂનું ઘર ખરીદી લીધુ. 13000 એકરમાં બનેલા આ ઘરને તેમણે ગુલિસ્તાન નામ આપ્યું. જેનો અર્થ થાય છે ફૂલોનો ગુલદસ્તો. ત્યારથી આનંદ મહિન્દ્રા આ ઘરમાં રહે છે. 

આનંદ મહિન્દ્રાના પત્ની પત્રકારત્વના ક્ષેત્ર સાથે જોડાયેલા છે. અનુરાધા મુંબઈના સોફિયા કોલેજથી મનોવિજ્ઞાનમાં ગ્રેજ્યુએટ છે. વર્વ અને ધ ઈન્ડિયન ક્વોર્ટરલીના એડિટર ઈન ચીફ છે. તેમની બંને પુત્રીઓ આલિકા અને દિવ્યા ફિલ્મ અને ડિઝાઈન ક્ષેત્રમાં પોતાની નામના મેળવી રહ્યા છે. આ સાથે જ માતાને બિઝનેસમાં મદદ કરે છે.    

આનંદ મહિન્દ્રાની બંને પુત્રીઓ વિદેશમાં રહે છે. તેમણે વિદેશી છોકરાઓ સાથે જ લગ્ન કર્યા છે. બંને પુત્રીઓ મહિન્દ્રાના કારોબારમાં રસ લેતી નથી. તેઓ માતાને મેગેઝીનના પ્રોડક્શનમાં મદદ કરે છે. આનંદ મહિન્દ્રાએ આ વિશે કહ્યું કે તેઓ તેમની પુત્રીઓને તેમની મરજીનું કામ કરતા રોકતા નથી. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link