એન્ટીલિયા 2010માં બનીને તૈયાર, છતાં 2011 સુધી કેમ રહેવા ન ગયું અંબાણી ફેમિલી? આ વાતનો હતો ડર
મુંબઈના અલ્ટામાઉન્ટ રોડ પર આવેલા 27 માળના આલીશાન બંગલા એન્ટીલિયાની ગણતરી ભારતના જ નહીં પરંતુ દુનિયાની સૌથી મોંઘી ઈમારતોમાં થાય છે. 568 ફૂટ ઊંચું આ બિલ્ડિંગ ભારતના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીની શાન છે.
37000 વર્ગ મીટરમાં ફેલાયેલું એન્ટીલિયા મુંબઈના સૌથી મોંઘા વિસ્તારોમાંથી એક એવા સાઉથ મુંબઈમાં આવેલું છે. આ બિલ્ડિંગથી અરબ સાગર અને સમગ્ર શહેરની ખુબસુરત સાંજ જોવા મળે છે. આ મોંઘીદાટ ઈમારતમાં એશો આરામની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.
એન્ટીલિયાનું નિર્માણ વર્ષ 2006માં શરૂ થયું હતું અને 2010માં તે સંપૂર્ણ રીતે બનીને તૈયાર થઈ ગયું હતું. તેને બનાવવામાં લગભગ 15000 કરોડ રૂપિયા ખર્ચાયા હતા. પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે રહેવા માટે તૈયાર ઘર હોવા છતાં અંબાણી પરિવાર વર્ષ 2011 સુધી એક ભયના કારણે તેમાં શિફ્ટ થયો નહતો.
નવેમ્બર 2010માં આ ગગનચુંબી ઈમારતના ગૃહ પ્રવેશની પૂજા પણ થઈ હતી. પરંતુ અંબાણી પરિવાર 2011 સુધી આ બિલ્ડિંગમાં શિફ્ટ થયો નહતો કારણ કે તેમને ડર હતો કે તેમને કોઈ નુકસાન થઈ શકે છે. ત્યારબાદ 50 મોટા પંડિતોએ બિલ્ડિંગમાં પૂજા કરી અને વાસ્તુ દોષનું નિવારણ કર્યું.
પૂજા અને વાસ્તુદોષના નિવારણ બાદ સપ્ટેમ્બર 2011માં અંબાણી પરિવાર એન્ટીલિયામાં શિફ્ટ થયો. જેનું ડિઝાઈનિંગ નીતા અંબાણીએ કર્યું હતું. મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી અને વહુ શ્લોકા મહેતા 27માં માળ પર રહે છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ આ જ ફ્લોર પર રહે છે.