Taapsee Pannu પર બોલ્ડનેસનો નશો ચઢ્યો, સાડી સાથે પહેર્યો આવો બ્લાઉઝ

Thu, 18 Aug 2022-6:00 pm,

તાપસી પન્નૂની ફિલ્મ 'દોબારા' (Dobaara) આવતીકાલે 19 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. એવામાં અનુરાગ કશ્યપની ફિલ્મનું પ્રમોશન ઝડપથી થઇ રહ્યું છે. તાજેતરમાં જ તાપસી 'દોબારા' (Dobaara) ની ટીમ સાથે દિલ્હી પહોંચી હતી. 

ફિલ્મના પ્રમોશન દરમિયાન તાપસીએ શિફોન ગ્રીન રફલ્ડ સાડી પહેરી હતી જેમાં તે સુંદર લાગી રહી હતી. બ્લેક બ્રાલેટ સાથે એક્ટ્રેસે પોતાની સાડી લુકમાં હોટનેસનો તડકો લગાવ્યો હતો. 

ઇન્ડીયન વિયરમાં પણ તાપસી પન્નૂએ પોતાની હોટ અદાઓથી લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું. સિલ્વર હૂપ્સ, ન્યૂડ મેકઅપ અને સેન્ટર પાર્ટેડ હેર બનની સાથે ફરીથી અભિનેત્રીએ પોતાના બોલ્ડ લુકને પુરો કર્યો હતો. સાડીમાં તાપસીનો અંદાજ પણ કોઇને પણ દિવાના બનાવી શકે છે. 

તમને જણાવી દઇએ કે આગામી વર્ષે તાપસી પન્નૂ શાહરૂખ ખાન સાથે ફિલ્મ 'ડંકી' માં જોવા મળશે. ડાયરેક્ટર રાજૂ હિરાનીની આ ફિલ્મની દર્શકો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે જેમાં તાપસી પહેલીવાર કિંગ ખાન સાથે સ્ક્રીન શેર કરવાની છે. 

સાથે જ તાપસી જલદી જ બરથ નીલકંઠનની સાયન્સ ફિક્શન 'એલિયન', અજય બહલના નિર્દેશનકમાં બનનારી 'બ્લર', વિજય સેતુપતિની સાથે 'જણ ગણ મન' અને 'વો લડકી હૈ કહાં?' જેવી ફિલ્મોમાં પણ જોવા મળશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link