શું લટકવાથી ખરેખર હાઇટ વધે ખરી? વિજ્ઞાન તો કંઈક અલગ જ કહે છે

Fri, 11 Oct 2024-3:18 pm,

ડિરેક્ટલી એવું કહી દેવું યોગ્ય નથી કે, લટકવાથી હાઇટ વધી જશે... કારણ કે, બધા કિસ્સામાં આવું નથી હોતું... સાથે એવું પણ નથી કે, જો તમારું બાળક લટકે છે તો તેની બોડીમાં નુકસાન થાય

લટકવાથી બાળકના આખા શરીરના પોશ્ચર ઠીક થાય છે... જે સારી વાત છે... પરંતુ બાળકોની હાઇટ વધવી એ તેના માતા-પિતાના જીન પર નિર્ભર હોય છે... આ ઉપરાંત ડેઇલી ડાયટ અને શરીરના હોર્મોનલ ચેન્જીસ ઉપર પણ આધારિત છે.

એક રિપોર્ટ અનુસાર એક્સપર્ટની વાત તમને જણાવીએ તો... 10થી 11 વર્ષની ઉમરના બાળકો જો નિયમિત રીતે લટકશે તો તેની હાઇટ વધવાની શક્યતા છે... એટલે કે, આ એક્સરસાઇઝ હાઇટ વધવામાં મદદરૂપ થાય છે.

સૌથી મહત્વની વાત એ પણ જણાવીએ કે, ફક્ત એવું નથી કે, માત્ર લટકવાથી જ હાઇટ વધી જશે... ઘણા કિસ્સામાં આવું નથી જોવા મળતું... છતા પણ જો બાળકની હાઇટ વધવા અંગે તમને કોઇ શંકા હોય તો યોગ્ય એક્સપર્ટની સલાહ ચોક્કસથી લઇ શકો છો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link