Domestic Violence: આ પ્રખ્યાત અભિનેત્રીઓ થઈ છે ઘરેલું હિંસાની શિકાર, એકને તો ઘરેથી કાઢી પણ મુકી હતી
અભિનેત્રી વહબિજ દોરાબજીએ તેના પતિ અને અભિનેતા વિવિયન ડીસેના સામે ઘરેલું હિંસા કરવા બદલ ફરિયાદ નોંધાવી હતી. દંપતીના નજીકના મિત્રએ પણ તેની પુષ્ટિ કરી છે. બંનેની મુલાકાત 'પ્યાર કી એક કહાની' સિરિયલ દરમિયાન થઈ હતી. જે બાદ બંનેએ 2013માં લગ્ન કર્યાં હતાં. છૂટાછેડાની માગના એક વર્ષ બાદ 2016માં બંને અલગ થઈ ગયા હતા.
બિગ બોસ13ની કંટેસ્ટંટ અને નચ બલિયે 4ની વિજેતા અભિનેત્રી દલજીત કૌરે તેના પતિ શાલીન ભાનોટ વિરુદ્ધ સતામણી અને મારપીટ બદલ કેસ દાખલ કર્યો હતો. લગ્નના 6 વર્ષ પછી દલજીતે દહેજ માગવાની બાબતમાં ફરિયાદ કરી હતી. હવે દલજીત પતિ શાલીનથી અલગ થઈ ગઈ છે અને પુત્ર જોર્ડન સાથે એકલી રહે છે.
બોલિવૂડ એક્ટ્રેસ રતિ અગ્નિહોત્રીએ તેના પતિ અનિલ વિરવાની સામે 2015માં મારપીટ બદલ કેસ દાખલ કર્યો હતો. મુંબઈના વરલી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવતી વખતે રતિએ પોલીસને જણાવ્યું હતું કે 7 માર્ચમાં બંને વચ્ચે ઝઘડો થયો અને તેના પતિએ તેને માર માર્યો હતો. આટલું જ નહીં તેણે તેના પતિ પર માનસિક ત્રાસ આપવાનો આરોપ પણ લગાવ્યો હતો. ત્યારબાદ તેણે તેના પતિને છૂટાછેડા આપી દીધા.
ટીવી એક્ટ્રેસ દીપશિખા નાગપાલ તેના દાંપત્ય જીવન માટે ખુબ ચર્ચામાં રહી. જીત ઉપેન્દ્ર સાથેનું પ્રથમ લગ્ન તૂટતા અભિનેત્રીએ તેના બીજા લગ્ન મોડલ કેશવ અરોરા સાથે કર્યા. પરંતુ આ લગ્ન પણ લાંબો સમય ટકી શક્યા નહીં. અભિનેત્રીએ તેના પતિ કેશવ વિરુદ્ધ હુમલોની ફરિયાદ નોંધાવી હતી. અભિનેત્રીએ ફરિયાદ કર્યા પછી પણ પતિને સુધરવાની તક આપી હતી. પરંતુ જ્યારે હજુ તે ના સુધર્યો તો આખરે છૂટાછેડા આપ્યા..
બિગ બોસ કંટેસ્ટંટ અને અભિનેત્રી મંદાના કરીમીએ વર્ષ 2017માં તેના બોયફ્રેન્ડ ગૌરવ ગુપ્તા સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્નના થોડા મહિના પછી, મંદાનાએ તેના પતિ સામે ઘરેલું હિંસાનો કેસ દાખલ કર્યો હતો. અભિનેત્રીએ આરોપ લગાવ્યો હતો કે ગૌરવ તેને કામ નહોતો કરવા દેતો અને મિત્રો સાથે મળવા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. એટલું જ નહીં, તેઓને ઘણી વખત ઘરમાંથી કાઢી મુકવામાં આવી હતી. ગૌરવના માતાપિતાએ પણ મંદાના સાથે ખરાબ વ્યવહાર કર્યો હતો. જેના કારણે મંદાનાએ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો હતો.