અમેરિકાની Biden સરકારમાં 20 Indians નો દબદબો, હવે White House માં ચાલશે આ 13 ભારતીય મહિલાઓનું રાજ
ફિઝિશિયન ડૉ.વિવેક મૂર્તિ અમેરિકાના 19મા જનરલ સર્જનનું પદ મેળવનાર સૌથી નાની ઉંમરના ભારતીય-અમેરિકી વ્યક્તિ છે. રાષ્ટ્રપતિની ચૂંટણી કેમ્પેઈન દરમિયાન પબ્લિક હેલ્થ અને કોરોના વાયરસ મહામારી પર બાઈડેનના ટોચના એડવાઈઝર્સમાં સામેલ હતા. બાઈડેનની કોવિડ ટાસ્ક ફોર્સમાં મૂર્તિ કો-ચેરમેન છે.
વિનય રેડ્ડી બાઈડેન-હેરિસ કેમ્પેઈન દરમિયાન સીનિયર એડવાઈઝર અને સ્પીચરાઈટર હતા. બરાક ઓબામાના બીજા કાર્યકાળમાં તે જો બાઈડેનના મુખ્ય સ્પીચરાઈટર હતા. હાલ તેમને ડાયરેક્ટર ઓફ સ્પીચ રાઈટીંગ તરીકે નોમિનેટ કરાયા છે.
વિદુર શર્માને કોવિડ-19 રિસ્પોન્સ ટીમના ટેસ્ટીંગ એડવાઈઝર તરીકે નિયુક્ત કરાયા છે. અમેરિકામાં ઓબામા કેરની સ્વાસ્થ્ય વીમા સુનિશ્વિત કરનારા લોકોમાંથી એક છે.
વેદાંત પટેલ બાઈડેન ઈનોગરલના વરિષ્ઠ પ્રવક્તા છે. અને તે બાઈડેન કેમ્પનો ભાગ પણ રહી ચૂક્યા છે. તેમને આસિસ્ટન્ટ પ્રેસ સેક્રેટરી તરીકે નોમિનેટ કરાયા છે.
જો સેનેટ મંજૂરી આપશે તો 46 વર્ષની વનિતા ગુપ્તા આ એસોસિયેટ એટોર્ની જનરલનું પદ સંભાળનાર પહેલા અશ્વેત મહિલા હશે. ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસમાં આ ત્રીજું સૌથી મહત્વનું પદ છે.
ઉઝરા ઝેયાને વિદેશ મંત્રાલયનો દાયકા જૂનો અનુભવ છે. તેમની કુશળતા સાઉથ એશિયાઈ, યૂરોપ અને હ્યુમન રાઈટ્સ જેવા મામલામાં છે. તેમને સિવિલિયન સિક્યોરિટી, ડેમોક્રેસી અને હ્યૂમન રાઈટ્સના અંડર સેક્રેટરી તરીકે નોમિનેટ કરાયા છે.
ઓબામા સરકારમાં તે નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ સ્ટાફમાં કામ કરી ચૂકયા છે. આ સિવાય તે પેન્ટાગોનમાં રક્ષા મંત્રીના સ્પીચરાઈટર તરીકે કામ કરેલું છે. હાલ તેમને નેશનલ સિક્યોરિટી કાઉન્સિલમાં ટેકનોલોજી અને નેશનલ સિક્યોરિટીના સીનિયર ડાયરેક્ટર તરીકે નોમિનેટ કરાયા છે.
સુમોના ગુહાને નેશનલ સિક્યોરિટી કાઉન્સિલમાં સાઉથ એશિયા માટે સીનિયર ડાયરેક્ટર તરીકે નોમિનેટ કરાયા છે. આ પહેલાં તે બાઈડેનના નેશનલ સિક્યોરિટી અફેર્સના સ્પેશિયલ એડવાઈઝર હતા.
સોનિયા અગ્રવાલને ક્લાઈમેટ પોલિસી અને ઈનોવેશન માટે સીનિયર એડવાઈઝર તરીકે નોમિનેટ કરાયા છે. ઈડેન જ્યારે ઉપરાષ્ટ્રપતિ હતા. ત્યારે સોનિયાએ એનર્જી ઈનોવેશન માટે 200 વીજળી નીતિ નિષ્ણાતોને એકઠા કર્યા હતા.
શાંતિ કલાથીલને નેશનલ સિક્યોરિટી કાઉન્સિલમાં કોર્ડિનેટર ફોર ડેમોક્રેસી એન્ડ હ્યૂમન રાઈટ્સ માટે નોમિનેટ કરાયા છે. પહેલાં તે હોંગકોંગમાં એશિયાઈ વોલ સ્ટ્રીટ જર્નલમાં રિપોર્ટર રહી ચૂક્યા છે.
કાશ્મીરી મૂળની સમીરા હાલ બાઈડેન-હેરિસ ટ્રાન્ઝીશનમાં ઈકોનોમિક એજન્સી લીડ છે. પહેલા તે એટલાન્ટાની ફેડરલ રિઝર્વ બેંકમાં કામ કરી ચૂકી છે. સમીરાને નેશનલ ઈકોનોમિક કાઉન્સિલમાં ડિપ્ટી ડાયરેક્ટર તરીકે નોમિનેટ કરાઈ છે.
સબરીના ડેમોક્રેટિક નેશનલ કમિટીના પ્રવક્તા રહી ચૂક્યા છે. સબરીના સરદાર જેજે સિંહની પૌત્રી છે. કમલા હેરિસે પોતાની ચૂંટણી કેમ્પેઈનમાં સબરીનાને પોતાની પ્રેસ સેક્રેટરી તરીકે નિયુક્ત કરી હતી.
રીમા શાહ બાઈડેન-હેરિસ કેમ્પેઈનમાં જો બાઈડેન માટે ડિબેટ પ્રિપેરેશન ટીમમાં કામ કરી ચૂક્યા છે. તેમને ઓફિસ ઓફ વ્હાઈટ હાઉસ કાઉન્સિલમાં ડિપ્ટી એસોસિયેટ કાઉન્સિલ તરીકે નોમિનેટ કરાયા છે.
નેહા ગુપ્તાએ હાર્વર્ડ અને સ્ટેનફોર્ડ લો સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. તેને ઓફિસ ઓફ વ્હાઈટ હાઉસ કાઉન્સિલના એસોસિયેટ કાઉન્સિલ તરીકે નોમિનેટ કરાયા છે.
નીરા ટંડનના માતા-પિતા ભારતીય છે. નીરાને પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન અને તેમના પત્ની હિલેરી ક્લિન્ટનની નજીક માનવામાં આવે છે. નીરાને ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટના ડાયરેક્ટર તરીકે નોમિનેટ કરાયા છે.
માલા જિલ બાઈડેનના વરિષ્ઠ સલાહકાર તરીકે ચૂંટણી અભિયાનમાં કામ કરી ચૂકી છે. અડિગા બાઈડેન ફાઉન્ડેશનમાં ઉચ્ચ શિક્ષા અને સૈન્ય પરિવારોના ડાયરેક્ટર રહી ચૂક્યા છે. હાલ તેમને ફર્સ્ટ લેડી જિલ બાઈડેનના પોલિસી ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરાયા છે.
ગૌતમ રાઘવન અમેરિકામાં સમલૈંગિક અધિકારોના આંદોલનના મુખ્ય સભ્ય છે. તે ઓબામા-બાઈડેન પ્રશાસનમાં LGBTQ કમ્યુનિટી માટે સેવા આપી ચૂક્યા છે. હાલ તેમને ઓફિસ ઓફ પ્રેસિડેન્શિયલ પર્સનલના ડિપ્ટી ડાયરેક્ટર કરીકે નિયુક્ત કરાયા છે.
ગરિમાને ફર્સ્ટ લેડી જિલ બાઈડેનના ડિજિટલ ડાયરેક્ટર નિયુક્ત કરાયા છે. આ પહેલાં તેમણે ઓડિયન્સ ડેવલપમેન્ટ અને કન્ટેન્ટ રણનીતિકારના રૂપમાં કામ કર્યુ હતું.
રામમૂર્તિ હાલ રૂઝવેલ્ટ ઈન્સ્ટીટ્યૂટમાં કોર્પોરેટ પાવર પ્રોગ્રામના MD છે. આ પહેલાં તેમણે સેનેટર એલિઝાબેથ વોરેનના ટોપ ઈકોનોમિક એડવાઈઝર તરીકે કામ કર્યુ હતુ.રામમૂર્તિને નેશનલ ઈકોનોમિક કાઉન્સિલના ડિપ્ટી ડાયરેક્ટર તરીકે નોમિનેટ કરાયા છે.
કાશ્મીરમાં જન્મેલ અને લુસિયાનામાં ભણેલી આયશા શાહે પહેલાં બાઈડેન-હેરિસ કેમ્પેઈનમાં ડિજિટલ પાર્ટનરશીપ મેનેજર તરીકે કામ કર્યુ હતું. આયશાને ઓફિસ ઓફ ડિજિટલ સ્ટ્રેટેજીમાં પાર્ટનરશીપ મેનેજર તરીકે નોમિનેટ કરાયા છે.